વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ રાખી એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી.જેમાં વડોદરામાં 200થી વધુ જ્વેલર્સની દુકાનો બંધ રહી હતી. હોલમાર્કિંગની પ્રક્રિયામાં વિલંબને કારણે ટર્ન બંધ જ્વેલરી એમને એમ પડી રહી છે.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે જ્વેલરીના નાના વેપારીઓની ચિંતામાં આગ લગાવી રહી હોવાના આક્ષેપો સાથે વડોદરા સહિત ગુજરાતના જ્વેલર્સ એસોસિયેશન દ્વારા સોમવારે પ્રતિક હડતાલ યોજવામાં આવી હતી.જેમાં વડોદરા શહેરની 200 જેટલી જ્વેલરીની દુકાનો તેમજ સોની બજારો બંધ રહ્યા હતા. જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના આક્ષેપ પ્રમાણે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ દ્વારા સમગ્ર દેશમાં મનસ્વી રીતે અમલમાં મુકાયેલ ફરજિયાત હોલમાર્કિંગની નવી પ્રક્રિયામાં અમલ ન થઇ શકે તેવા પાલનને કારણે માત્ર ગ્રાહકો જ નહીં.
પરંતુ જેમ સેમ જ્વેલરીના ઉદ્યોગની આજીવિકા પર નભતા એક કરોડ શ્રમિકોના રોજગાર પર પણ અસર થવાની શક્યતાઓનો દાવો કરાયો છે. સોના-ચાંદીના દાગીના હોય કે અન્ય લગડી હોય તેની ઉપર મેન્યુફેક્ચરિંગ કરનાર વેપારીનુ નામ કે કંપનીનું નામ લખવામાં ચારથી પાંચ કલાકનો સમય જતો હોય છે.જેથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેના વિરોધમાં વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ કાયદામાં ફેરફાર કરવા માગણી કરવામાં આવી છે. આ અંગે જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણી ફારૂકભાઇ સોનીએ જણાવ્યું હતું કે હોલમાર્કનો જે કાયદો છે. તે વેપારીઓ અને ગ્રાહકો માટે ખૂબ જ સારો છે પરંતુ તાજેતરમાં સરકારે યુનિક આઈડીનો કાયદો અમલ કર્યો છે.
જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે . ત્યારે આ કાયદામાં હાલના તબક્કે છૂટછાટ આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.