ગુજરાત ખૂબ જ સમૃદ્ધ અને વિકસીત રાજ્ય છે એટલે જ બીજા રાજ્યોમાંથી લોકોના ધાડાના ધાડા રોજી-રોટી માટે ગુજરાતમાં ઉતરી આવે છે. તેઓનો પરિવાર વતનમાં રહેતો હોય, અહીં એક રૂમમાં આઠ-દસ જણા રહે. એમની બધી જરૂરિયાતો પૂરી થાય. પણ શરીરની ભુખ સંતોષવા માટે તેઓ આજુબાજુ નજર દોડાવે. આથી નાની બાળકીઓને અડપલા, બળાત્કાર, સ્ત્રીઓ પર પણ ઘરમાં ઘુસીને બળાત્કાર કરવા હવે તો ઘણું ખરૂ ગેંગરેપ જ થાય છે.
તહેવારો પર વતન જવા માટે પણ એમને ટ્રેન અને બસમાં મુશ્કેલી બધુ પડે છે. વધારાની ટ્રેન દોડાવવાથી પણ પહોંચી નથી વળાતું. જો રાષ્ટ્રના બધા રાજ્યોનો વધતે ઓછે અંશે વિકાસ થાય, તો સાચો વિકાસ થયો ગણાય. શરીરમાં પણ એકાદ અંગ પર ગાંઠ થાય તો તેને વિકાસ નથી કહેવાતો. આ માટે ખાસ કરીને ગામડાઓનો પણ વિકાસ થવો જોઈએ. એમને પણ ગામમાં નાના મોટા ગૃહ ઉદ્યોગ જેવું મળી જાય, તો ગામડા ખાલી થતા જાય છે તે શહેર તરફની કુચ ઓછી થતી જાય. યોજનાઓ તો ઘણી જાહેર થતી હોય છે, પણ એમાં કેટલી પ્રગતિ થાય છે તે રામ જાણે.
સુરત – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નામ પ્રમાણે સાર્થકતા દેખાડો!
જેમ સુખસાહૃયબી વધ્યા તેમ તેમ રોગો વધતા જ જાય છે. એ રોગોને નાથવા અને ઉપચાર માટે મોટી મોટી અદ્યતન હોસ્પિટલો પણ અસ્તિત્વમાં આવતી જાય છે. કેન્સર, કીડની, હાર્ટ, આંતરડા, મગજ, હાડકા વગેરે અનેક રોગો માટે જે તે વિષયના નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂંક કરી હોસ્પિટલ તેમના ભરોસે છોડી દેવાય છે. પણ શું આ ડૉક્ટરો જે તે તેમના વિષયમાં નિષ્ણાંત હોય છે? લાખો રૂપિયા ખર્ચીને બનેલા આવા ડૉક્ટરો વધારે પડતા ખર્ચાયેલા પૈસા જ વસૂલ કરવા પ્રેરાતા હોય છે. નેતાઓ દ્વારા હોસ્પિટલના ઉદ્ઘાટન થતા હોય છે.
દર્દીઓ એ આશાએ આવે છે કે નક્કી જ અમે સારા થઇ જઇશું. પણ થોડું જોતા એવું લાગ્યું કે ગંભીરતાપૂર્વક દર્દીઓ પર ધ્યાન દ્વારા અપાતું નથી. ડૉક્ટરો જાણે નિરસતા દાખવી રહ્યા હોય એવું પણ લાગે છે. ડૉક્ટરને ભગવાન માની તમારી મોટી મોટી હોસ્પિટલોમાં દાખલ થતા હોય છે. પણ સારવારમાં શુન્યતા કદીક ભાસે છે. અનુભવી આ બાબતમાં ઘણાં જ નિષ્ણાત હોય છે. દર્દીને કોઇ પણ પ્રકારે બચાવવો એ એમની માનવતાના દર્શન કરાવે છે. આમ આજે આવું મોટી મોટી હોસ્પિટલોમાં થતું હોય છે. સર્વભવન્તુ કલ્યાણમની જો ભાવના હોય તો સૌનું કલ્યાણ થાય. હોસ્પિટલોનાં કામ પણ સાર્થક બને.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
