લગ્નના પવિત્ર બંધાયેલા યુગલના જીવનમાં ક્યારેક અચાનક ઝંઝાવાત આવી શકે અને બેમાંથી એક સાથી આ વિશ્વમાંથી વિદાય લે છે, અણધાર્યુ અનિષ્ટ બની જાય છે. ક્યારેક પતિ અથવા ક્યારે પત્નિ સંજોગવશાત સદાને માટે કારમી વિદાય લે છે. વાંક કોઈનો નથી હોતો પણ સ્ત્રી વિધવા થાય અને નાની વય હોય તો કદાચિત જીવન દુષ્કર બની જાય. સમય નામનો મલમ ઘા રૂઝવી શકે અને એ યુવતીની સંમિતિ હોય, પરિવાર જનોની સમંતિ હોય તો એ સ્ત્રીના પુર્નલગ્ન અવશ્ય થવા જોઈએ. આજ થી વર્ષો પહેલા રાજા રાજામોહન રાય એ વિધવાના પુર્નલગ્ન માટે હાકલ કરી હતી અને સ્વયં દષ્ટાંત પણ પુરુ વાડ્યુ હતું, સ્ત્રી વિધવા થાય એમાં એના દુર્ભાગ્ય નો ભૂમિકા હોય શકે. એને અપશુકનિયાળ ગણવાની બિલકુલ જરૂર નથી.
પ્રાચીન સમયથી પુરુષ વિધુર થાય તો એને પુર્નલગ્નની છૂટ તુરની આપવામાં આવતી. મરણ પામેલ સ્ત્રીની બહેન કે અન્ય યુવતી સાથે પુર્નલગ્ન કરાવી દેવાતા પણ વિધવા સ્ત્રીને એ છૂટ ન હતી. આજે સમાજ અત્યંત પરિવર્તનશીલ બન્યો છે. સાસરિયા સમજદારી પૂર્વક યુવાન પુત્રવધૂ વૈધવ્ય પામી હોય તો એના માતાપિતા બની અન્ય યુવક સાથે પુર્નલગ્ન કરાવી કન્યાદાન કરે છે. જે અતિ પ્રશંસનીય અને માનવતાલક્ષી કાર્ય કહેવાય. જીવનસંધ્યા ટાણે માનવીને માનસિક સહારો અને હુંફની આવશ્યકતા હોય છે. જેની પાસે સહદયતા અને સ્નેહની ઝંખના હોય છે. વર્તમાન સમયમાં વયસ્ક વ્યક્તિ પણ પુર્નલગ્ન કરવા પ્રેરાય છે જેથી બંને પાત્રો ને એકમેકનો વૃધ્ધાવસ્થામાં સહારો પ્રાપ્ય બને. એટલે વૈધવ્ય ગુનો નથી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.