ગાંધીનગર : રાજ્ય સરકારે તા.૧લી ઓકટો. પહેલાના ગેરકાયદે બાંધકામને (Illegal construction) નિયમિત કરવા માટે આજે વટહુકમ બહાર પાડી દીધો છે. આજે મળેલી કેબીનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો હતો. કેબીનેટ બેઠક બાદ પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં શહેરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ્ને નિયમિત કરવા માટે રાજ્ય સરકારે આજે વટહુકમ બહાર પાડી દીધો છે. સરકાર દ્વ્રારા ઈમ્પેકટ ફી (Impact fee) લઈને આ રીતના બાંધકામ નિયમિત કરી દેવાશે. તે માટે કટ ઓફ ડેટ ૧લી ઓકટો. ૨૦૨૨ નક્કી કરાઈ છે. વધુમાં પાર્કિગ ફી (Parking Fee) પણ ફરજીયાત લેવાશે.
વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેકટ ફીના દરો પણ નક્કી કરાયા છે. ૫૦ ચો.મી સુધી ૩૦૦૦ની ફી નક્કી કરાઈ છે. જયારે ૫૦થી ૧૦૦ ચો.મી સુધી ૩૦૦૦ ઉપરાંત વધારાના ૩૦૦૦ લેવાશે.આ ઉપરાંત ૧૦૦થી ૨૦૦ ચો.મી માટે ૬૦૦૦ અને વધારાના ૬૦૦૦ લેવાશે .રહેણાંક કિસ્સામાં ખુટતા પાર્કિગ માટે ૧૫ ટચકા જંત્રીનો ભાવ ચૂકવવાનો રહેશે. જ્યારે શહેરીની હદમાં આવતા બિન રહેણાંક વિસ્તારોમાં ખુટતા પાર્કિગ માટે ૩૦ ટકા જંત્રીના ભાવ ચૂકવવા પડશે. સરકારે બહાર પાડેલા વટહુકમમા ંજણાવ્યા મુજબ તા.૧લી ઓકટો.૨૦૨૨ પહેલાના બાંધકામને આ ઈમ્પેકટ ફીનો લાભ મળશે.