Gujarat

મધ્યપ્રદેશથી ગેરકાયદે શસ્ત્રો લાવી ગુજરાતના આ શહેરોમાં વેચી મારવાના ષડયંત્રનો પર્દાફાશ

ગાંધીનગર: મધ્યપ્રદેશમાંથી (Madhypradesh) ગેરકાયદે શસ્ત્રો (Illegal Weapons) લાવીને સૌરાષ્ટ્રમાં તથા અમદાવાદ – વડોદરામાં વેચી મારવાના ષડયંત્રનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસની (ATS) ટીમે બે મુખ્ય સૂત્રધાર મનાતા આરોપીઓ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીયા તથા ચાંપરાજ માત્રાભાઈ ખાચર સહિત 24 આરોપીઓની ધરપકડ કરીને તેઓની પાસેથી 54 જેટલા શસ્ત્રો કબ્જે લીધા છે. આ તમામ શસ્ત્રો મધ્યપ્રદેશના ધાર તથા બાગ ખાતેથી લાવીને ગુજરાતમાં વેચી મારવામાં આવ્યા હતા.

  • અમદાવાદ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાં એટીએસનું ઓપરેશન જારી : 54 શસ્ત્રો કબ્જે લેવાયા
  • દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીયા તથા ચાંપરાજ માત્રાભાઈ ખાચર સહિત 24 આરોપીઓની ધરપકડ

એટીએસની ટીમને બાતમી મળી હતી, કે અમદાવાદમાં ગીતા મંદિર એસટી બસ મથક નજીકથી શસ્ત્રોની હેરફેર કરતાં બે રીઢા ગુનેગારો પસાર થવાના છે, જેના પગલે એટીએસની ટીમે વોચ ગોઠવી હતી.

આ વોચ દરમ્યાન દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીયા તથા ચાંપરાજ માત્રાભાઈ ખાચરને ચાર દેશી બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી હતી. તેઓ આ પિસ્તોલ તેઓ મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામેથી લાવ્યા હતા. આ ઉપરાંત તેઓની સધન પુછપરછ દરમ્યાન અગાઉ પણ 100 જેટલા શસ્ત્રોનો મોટો જથ્થો મધ્યપ્રદેશના ધારથી લાવ્યા હતા. એટલું જ નહીં આ તમામ દેશી પિસ્તોલ સહિતના શસ્ત્રો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ સહિતના જિલ્લાઓ – સૌરાષ્ટ્રમાં વેચી નાંખ્યા હતા. આ શસ્ત્રો ખરીદનારા માથાભારે ગુનેગારોની વિગતો મેળવીને એટીએસ દ્વારા ધરપકડનું અભિયાન શરૂ કરાયું હતું. એટીએસના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ધરપકડ કરાયેલા દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ સામે હથિયાર ધારો, હત્યાનો પ્રયાસ, દારૂ સહિતના ગુનાઓ સાયલા, ચોટીલા તથા બોટાદમાં નોંધાયા છે. જ્યારે ચાંપરાજ ખાચરની સામે હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓ સાયલા, ચોટીલા અને થાનગઢમાં નોંધાયા છે.

ગુજરાત ATS એ મોરબીમાંથી આ રીતે 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ પકડ્યું, ભારતમાં હેરોઈન ઘુસાડવાનું ષડયંત્ર દુબઈમાં રચાયું હતું
ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી (Sea) વધુ એક વાર ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટ (Adani Port) પરથી 21 હજાર કરોડના ડ્રગ્સ ઝડપાયા બાદ દ્વારકા અને હવે મોરબીમાંથી (Morbi) મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. ચોંકાવનારી વાત એ છે કે દ્વારકાની જેમ આજે પકડાયેલા ડ્રગ્સના તાર પણ પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલા છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) કમર કસી છે. ગૃહમંત્રીના આદેશના પગલે રાજ્યની પોલીસ પણ સતર્ક બની છે. આજે વધુ એકવાર રાજ્યની ATSએ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ આજે સોમવારે સવારે મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂપિયા 500થી 600 કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા જથ્થાને સીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ સાથે 3 આરોપીઓ શમસુદ્દીન,ગુલામ હુસૈન,મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top