Gujarat

કેનેડાના બદલે કોલકત્તા લઈ જઈ વેરાન મકાનમાં ગોંધી દીધા, વિદેશ જવા માંગતા ગુજરાતના 15 યુવાનોનું અપહરણ બાદ..

ગાંધીનગર: તાજેતરમાં અમેરિકા-કેનેડા બોર્ડર પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કેનેડા જઈને સ્થાયી થવાની લ્હાયમાં બોગસ એજન્ટોની મદદથી બોર્ડર પાર કરવા માટે માઈલો સુધી બરફમાં ચાલનારા ગુજરાતી પરિવારનું કમભાગી મોત થયું હતું. આ ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી અને ભારતીયોની વિદેશ જવાની ઘેલછા પર અનેક વાતો થઈ હતી. પરંતુ ગુજરાતીઓએ તે કિસ્સામાંથી પણ બોધપાઠ લીધો નહીં હોય તેમ વધુ એક આવી જ ઘટના સામે આવી છે. મહેસાણાના 15 પટેલ યુવક અને યુવતી ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં અપહરણનો ભોગ બન્યા હોવાની માહિતી મળી છે.

મહેસાણાના (Mehasana) તથા ગાંધીનગરના (Gandhinagar) 15 યુવકો તથા યુવતીઓને ગેરકાયેદ (Illegal) અમેરિકા (America) તથા કેનેડા (Canada) મોકલાવના બહાને તેઓને છેલ્લા 2 માસથી દિલ્હી તથા કોલકત્તામાં ગોંધી રાખવામાં (Kidnapping ) આવ્યા હતા. એટલું જ નહીં આ લોકો પાસેથી વીઝા એજન્ટોની (Visa Agent gang) ગેંગ દ્વારા તેમના ઘેર ખોટો ફોન કરાવવામાં આવ્યો હતો કે અમે અમેરિકા પહોંચી ગયા છે, જેના પગલે એજન્ટોએ 3 કરોડ કરતાં વધુ રકમ પણ પડાવી લીધી હતી. એટલું જ નહીં મહેસાણાના આ લોકોને એજન્ટોએ રીતસરનો શારિરીક – માનસિક ત્રાસ પણ આપ્યો હતો.

  • ગેરકાયદે અમેરિકા-કેનેડા મોકલવાના બહાને વીઝા એજન્ટો દ્વારા ખેલ કરાયો
  • ગાંધીનગર પોલીસે સલામત છોડાવ્યા: અમદાવાદના વીઝા એજન્ટ રાજેશ પટેલની ધરપકડ
  • દિલ્હીના વીઝા એજન્ટો સુશિલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનીયાની સંડોવણી બહાર આવી

સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર પોલીસને થતાં, પોલીસે દિલ્હી જઈને દિલ્હી સ્પે. પોલીસ સેલની મદદ વડે, મહેસાણાના ગેરકાયેદ ગોંધી રાખવામાં આવેલા 15 લોકોને પોલીસે સલામત છોડાવ્યા હતા. એટલું જ નહીં તેઓને વિમાન તથા ટ્રેન દ્વારા ગાંધીનગર પરત લાવવામાં આવ્યા છે. આ મુક્ત કરાયેલા યુવકોમાં પાટીદાર યુવકો પણ છે. ગાંધીનગર પોલીસે સમગ્ર વીઝા કૌભાંડનો ભોગ બનેલા મુક્ત કરાયેલા યુવકોની પુછપરછમાંથી બહાર આવેલી હકીકતના આધારે પોલીસે રાજેશ નટવરલાલ પટેલ (અમદાવાદ)ની ધકપકડ કરી લીધી છે. જ્યારે દિલ્હીના વીઝા એજન્ટો સુશિલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનીયાની સંડોવણી બહાર આવી છે.

પોલીસે આપેલી સત્તાવાર માહિતી મુજબ મિતેશ રણછોડભાઈ પટેલ પાસેથી 1 કરોડ 60 લાખ (વસઈ ડાભલા), મિત શૈલેષભાઈ પટેલ (મોતીપુરા) પાસેથી 49 લાખ, આકાશ મહેન્દ્રભાઈ પટેલ (ન્યૂ રાણીપ – અમદાવાદ) પાસેથી 5 લાખ 35 હજાર, રાકેશ ગોપાળભાઈ પટેલ (ન્યૂ રાણીપ) પાસેથી 5 લાખ 30 હજાર, હિરલ ભરતકુમાર પટેલ (ઘુમાસણ – મહેસાણા) પાસેથી 2 લાખ 50 હજાર, રશ્મિકા મહેશભાઈ પટેલ (મહેસાણા) પાસેથી 2 લાખ 50 હજાર, તેજશ પ્રવિણભાઈ પટેલ (ખરણા – મહેસાણા) પાસેથી 81 લાખ જેટલી રકમ એજન્ટોએ પડાવી લીધી છે. આ વીઝા વાચ્છુઓને વીઝા એજન્ટોએ દિલ્હી તથા કોલકત્તા બોલાવીને અમેરિકા તથા કેનેડા મોકલવાના બહાને છેલ્લા બે માસથી ગોંધી રાખ્યા હતા એટલું જ નહીં તેઓની ઉપર અમાનવિય ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં અમે અમેરિકા કે કેનેડા પહોંચી ગયા છીયે તેવો જબરદસ્તીથી ખોટો ફોન કરાવીને તેઓના પરિવાર પાસેથી 3 કરોડની રકમ પડાવી લીધી હતી. આ કેસમાં અમદાવાદના વીઝા એજન્ટ રાજેશ નટવરલાલ પટેલની ધરપકડ કરી લેવાઈ છે. જયારે અન્ય બીજા વીઝા એજન્ટ રમેશ સોમાભાઈ પટેલ (નવા નરોડા)ની પણ શંકાસ્પદ ભૂમિકા જણાંતા પોલીસ દ્વારા સધન પુછપરછ ચાલી રહી છે.

Most Popular

To Top