શહેરા: શહેરા મામલતદાર એ તાડવા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રકને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શહેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આવેલ જમીનમાંથી લીઝ નહીં હોવા છતાં બેરોકટોક મોટા પ્રમાણમાં સફેદ ચમકતા પથ્થરો કાઢીને ફેક્ટરી સુધી પહોંચાડીને ખનીજ ચોરો મસમોટી રકમ કમાઈ લેતા હોય છે. મોટા પ્રમાણમાં ખનીજ ચોરી વધી જતા મામલતદાર પુર્વેશ ડામોર દ્વારા ખનીજ ચોરી અટકે તે માટે ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી હાથધરી હતી.
શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપરથી તાડવા પાટીયા પાસે રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ સફેદ પથ્થર ભરીને જતી ટ્રક નંબર GJ 01 UU 9630 ને મામલતદાર પૂર્વશ ડામોર દ્વારા અટકાવીને ખનિજ વહન કરવા માટેના જરૂરી કાગળો નહી હોવાથી સફેદ પથ્થર ભરેલી ટ્રક ને મામલતદાર કચેરી ખાતે લાવી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ટ્રક ના ડાલા મા 15 થી 17 ટન સફેદ પથ્થર ભરેલ હોવા સાથે રોયલ્ટી પાસ નહી હોવાથી રૂપિયા 1,75,000 ની આસપાસ દંડ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહી.