Vadodara

પાણીગેટ ગંજખાનાથી શાસ્ત્રીબાગ રોડ સુધીના ગેરકાયદે દબાણો તોડી પડાયા

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા ગંજ ખાતે શાસ્ત્રી રોડના નડતરરૂપ દબાણો દૂર  ભારે વિરોધ સાથે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પાણીગેટ શાકમાર્કેટ જઈને સ્થળ નિરીક્ષણ કરી ને રોડ પર ના દબાણ અંગે નોટિસ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગંજખના થી શાસ્ત્રી બાગ જવાના રોડ પર કારખાના અને મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા. રોડના નડતરરૂપ દબાણો અંગે મહાનગર પાલિકાએ બે દિવસ પહેલા સ્થાનિકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.

મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ ગંજ ખાના થી શાસ્ત્રી બાગ જવાના રોડ પર દબાણો કરવા પહોંચી હતી. પાલિકાની દબાણ ની ટીમ સાથે વીજ નિગમ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મેયર કેયુર રોકડીયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ ગંજ ખાના થી શાસ્ત્રી બાગ જવાના રોડ પર જે દબાણો દૂર કરવાના છે. ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી ગઈ હતી. પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એક સ્થાનિક ને ખેંચ આવતા પોલીસની ગાડીમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભારે વિરોધ સાથે દબાણ શાખા ની ટીમલી રોડ પર ના નડતરૂપ દબાણો તોડી નાખ્યા હતા.

મેયર કેયુર રોકડીયા જણાવ્યું હતું કે ગંજ ખાનાથી શાસ્ત્રી બાગ જવાના રોડ પર રોડ સાઈડ ના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. રોડના દબાણો દૂર થતા  સ્થાનિકોને રોડ નો લાભ મળશે અને આગળ પણ લોકોપયોગી કામો પાલિકા કરતી રહેશે. મેયર કેયુર રોકડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેરેન્દ્ર પટેલ અને પાલિકાના અધિકારીઓએ પાણીગેટ શાકમાર્કેટની મુલાકાત લીધી હતી.જેમાં રોડ પરના નડતરરૂપ દબાણો અંગે પાણીગેટ શાકમાર્કેટ ને નોટિસ આપવામાં આવી છે. અગાઉ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ પાણીગેટ શાકમાર્કેટના વેપારીઓ સાથે દબાણ અંગે જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top