સૌ જાણે છે કે ગમે ત્યાં મંદિર ઊભું કરનારા ‘સબ ભૂમિ ગોપાલ કી’ સમજે છે. પોતાના વિસ્તારમાં મંદિર ઊભું થાય તો તેનો જાહેર વિરોધ થતો નથી. ભગવાનનાં નામે મંદિર બનાવનારા તત્વો અનૈતિક રીતે જમીન પર કબજો કરે છે. બધેબધ મંદિર કે કોઈ ધર્મસ્થાનો જ્યારે ‘દબાણ’ કરાયા હોવાનું બહાર પડે અને મહાનગરપાલિકા તે હટાવે તો આંદોલન થાય છે. મંદિર માટે દબાણ કરવું ખોટું છે તો આ આંદોલન ખોટાં છે.
આવા ગેરકાયદે સ્થાન હટવા જ જોઈએ કારણકે તેનાથી આખી વ્યવસ્થાને પ્રશ્નો ઊભા થાય છે આ શહેરમાં જગ્યાના પ્રશ્નો મોટા છે. ટ્રાફિકની સમસ્યા પણ ભારે છે ત્યારે બધેબધ કોઈ પણ ધર્મના સ્વાનો ન હોવા જોઈએ. ધર્મસ્થાનો ઊભા કરનારા કાયદેસર રીતે જમીન મેળવવામાં માનતા નથી બલ્કે ધર્મસ્થાન ઊભાં કરી ગેરવ્યાજબી રીતે જમીનને કાયદેસર કરવાનો ઈરાદો ધરાવતા હોય છે. આવા સ્થાનો હટવા જ ોઈએ.
સુરત – જયદેવ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરતમાં સક્રિય નાગરિક સંગઠનનો અભાવ છે
રાજકોટના અગ્નકાંડ મામલે સામાન્યજન તરફથી આવતી પ્રકિ્રયા ધીમી પડી ગઇ છે ત્યારે હવે અદાલતી પ્રક્રિયા વડે જે થાય તેનુ઼ જ મહત્ત્વ રહેશે. સામાન્ય લોકો પોતાની વાતને મોટા આંદોલનમાં ફેરવી નથી શકતા કારણ કે તેમનું કોઇ મોટું સંગઠન નથી હોતુ અને કોઇ રાજકીય શક્તિ ધરાવતા નેતા નથી હોતા. દરેક શહેરોમા મોટા ભાગરિક સંગઠનોનો અભાવ નડે છે. આવા અભાવને કારણે સરકારની ઊંઘ હરામ કરે એવા બનાવો પણ થોડો સમયમાં શાંત પડી જાય છે.
મૂળ સુરતમાં એવા જાગૃત અને સક્રિય નાગરિક સંગઠન હચા. આજે નથી કારણ કે સુરતમાં જૂદા જૂદા સમાજ છે. જૂદી જૂદી વ્યાપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓ છે. બધા પોતપોતાના પૂરતા મર્યાદિત છે. એટલે આખું શહેર કોઇ પણ સમાજ કે વ્યાપાર ઉદ્યોગના પ્રશ્નોનુ પ્રતિનિધિત્વ કરી શકતુ નથી. ખંડિત હોય તો સરકારને બધુ થાળે પાડતા આવડે છે. એટલે મોટા પ્રશ્નો નાના બનીને રહી જાય છે. શહેરના જૂદા જૂદા સમાજના પ્રતિનિધિઓએ ભેગા થઇ એક પ્રભાવ સંગઠન રચવુ જોઇએ. તો જ શહેરની એક અસર ઉભી થશે.
ઉધના – જૂહી ભગત – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.