Gujarat

ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS)નો પ્રારંભ થશે

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રુપ સાથે મળીને ગાંધીનગરના નાસ્મેદ ગામ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS)ની સ્થાપના કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા નાસ્મેદ ખાતે IIS માટેની કામગીરી શરૂ કરશે, જેનો ઉદ્દેશ હાઇલી સ્પેશિયલાઈઝ્ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે. આ માટે રાજ્ય સરકારે ટાટા ગ્રુપને લગભગ 20 એકર જમીનની ફાળવણી કરેલી છે.

વિપુલ મિત્રાએ જણાવ્યું હતુ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો ઉદ્દેશ તાલીમ આપવાનો અને ઉચ્ચ કૌશલ્યયુક્ત ટેક્નિકલ મેનપાવરને તૈયાર કરવાનો છે, જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ક્લાઉડ બેઝ્ડ એપ્લિકેશન, સિમ્યુલેશન સોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્સ, બિગ ડેટા એનાલિસિસ, ફેક્ટરી ઓટોમેશન, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ મિકેટ્રોનિક્સ, પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ, ડિજિટલ ક્વૉલિટી અને ડિઝાઈન જેવા ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ટ્રેડ્સ જેવાં હાઈલી સ્પેશિયલાઈઝ્ડ ક્ષેત્રોની કૌશલ્યવાળા કર્મચારીઓની માંગને પૂરી કરી શકાય. આ ઉપરાંત, આવા ક્ષેત્રોમાં ડિફેન્સ, એરોસ્પેસ, ઓઇલ અને ગેસ સંબંધિત વેપારનો પણ સમાવેશ થાય છે.

મિત્રાએ વધુમાં કહ્યું હતુ કે, “આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયાના પાંચ વર્ષ પછી તેમાંથી 70%ના પ્લેસમેન્ટ ટાર્ગેટ સાથે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થશે.” અમદાવાદ ઉપરાંત, કેન્દ્ર સરકારે મુંબઈ અને કાનપુરમાં પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સને મંજૂરી આપી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top