Charchapatra

અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિઓએ અવગણેલી બાબત

દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ અને બજારમાં તમામ પ્રકારની ચીજવસ્તુઓની ઘટતી માંગ વિશે આ ચર્ચાપત્ર લખી રહ્યો છું. જાણીતા અર્થશાસ્ત્રીઓ જે 8 આંકડામાં કમાણી કરે છે અને ખૂબ મોટા ઉદ્યોગપતિ કે જેઓ વિવિધ વેપાર અને ઉદ્યોગ ગ્રુપના વડા છે, પોતે 9-10 આંકડામાં કમાણી કરે છે તેઓ દેશના ગરીબ લોકો માટે મગરના આંસુ વહાવે છે અને સરકારને સૂચવે છે કે માંગ કેવી રીતે વધારવી, આવકવેરાના દર ઘટાડવા અથવા તેને યોગ્ય બનાવવા સૂચન કરે છે. પરંતુ વાસ્તવમાં તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે 143 કરોડની વસ્તીમાંથી માત્ર 8 કરોડ લોકો જ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે અને તેમાંથી 4 કરોડથી વધુ લોકો ટેક્સ ભરતા નથી કે નીલ રિટર્ન ફાઈલ કરે છે અને 2.2 કરોડ જેટલા લોકો ટેક્સ ભરે છે તે 2/5 હજાર હોય છે.

તેઆ બાબત ભુલી ગયા કે 60,000 કમાતા લોકો કરમુક્ત છે. મોટાભાગના સરકારી કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ધોરણે છે જે 12થી18 હજાર મેળવે છે અને મોટા ભાગના કામદારોને 18થી30 હજારની વચ્ચે પગાર મળે છે,  ITમાં તે 40થી50 હજાર છે. બજાર, ભાડું, ટ્રાન્સપોર્ટેશન, સ્કૂલ-એજ્યુકેશન અને બીજી ઘણી વસ્તુઓમાં કિંમતો જુઓ! આ ચર્ચાપત્ર દ્વારા આ જાણીતા અર્થશાસ્ત્રીઓ અને મોટા ઉદ્યોગપતિઓ જેને આ વિષયમાં કંઈ ખાસ જ્ઞાન નથી તેને પડકારી રહ્યો છું.
સુરત     – ઓમપ્રકાશ અગ્રવાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નકલી-નકલી-નકલી
બનાવટી ઓઇલ, નકલી બિયારણ, બોગસ હોસ્પિટલ, નકલી કોલ સેન્ટર, બોગસ પ્રોપર્ટીકાર્ડ, નકલી આધારકાર્ડ, નકલી ડોલર, બનાવટી આરસીબુક, નકલી ઇંગ્લિશ દારૂ, નકલી ભિખારીઓ, બોગસ પાસપોર્ટ, નકલી ચેક, બનાવટી પુસ્તકો, નકલી ડોકટરો, બોગસ દિવ્યાંગ સર્ટિફિકેટ, નકલી પ્રશ્નપત્રો આદિ બનાવનારાઓ બેઇમાન હરામખોર નકાબપોશ આદિ છે જ. સર્વત્ર નકલખોરો-નકલખોરીની બોલબાલા વધતી હોય કે જયજયકાર થતો હોય એમ જણાય છે. પુરાવાઓ સહિત પ્રમાણપત્રો ચકાસનારાઓ ગુનાખોરો સાથે સરેઆમ ભળી ગયેલા હોય એમ લાગે છે! નહીં તો આવું બની શકે જ નહીં. ગુજરાતમાં છાશવારે આવા બનાવોથી આપણા સામાજિક, વહીવટી અને આર્થિક તાણાંવાણાં ડામાડોળ થાય છે.
અમદાવાદ                  – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top