National

NEETના સ્ટૂડન્ટ્સ માટે આવ્યા મોટા સમાચાર, રિઝલ્ટ અંગે સુપ્રીમ કોર્ટે NTAને આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નેશનલ એલિજિબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)ના પરિણામો દેશભરમાં અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સીસમાં (Under Graduate Medical Courses ) પ્રવેશ માટે જાહેર કરવાની પરવાનગી (Permission) આપી છે અને કહ્યું છે કે તે ૧૬ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી રાખી શકે નહીં.

જસ્ટિસ એલ. નાગેશ્વરા રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. ગવઇને સમાવતી બેન્ચે બોમ્બે હાઇકોર્ટના (Mumbai Highcourt) તાજેતરના એ આદેશ પર પણ સ્ટે આપ્યો હતો જેમાં એનટીએને નીટના પરિણામો નહીં જાહેર કરવા જણાવાયું હતું અને તે બે પરીક્ષાર્થીઓની ફરીથી પરીક્ષા હાથ ધરવા આદેશ આપ્યો હતો કે જેમના પ્રશ્નપત્રો અને ઓએમઆર (OMR) શીટ્સની મહારાષ્ટ્રના એક કેન્દ્રમાં સેળભેળ થઇ ગઇ હતી.

અમે હાઇકોર્ટના ચુકાદા પર મનાઇ હુકમ આપીએ છીએ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરિણામો જાહેર કરી શકે છે એમ બેન્ચે એનટીએનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતની નોંધ લઇને આદેશ આપ્યો હતો. તે બે વિદ્યાર્થીઓનું શું કરવું તે અંગે અમે દિવાળી વેકેશન પછી નિર્ણય લઇશું. દરમ્યાન, અમે નોટિસ જારી કરીએ છીએ… પણ આપણે ૧૬ લાખ વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી શકીએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે એક અભૂતપૂર્વ આદેશમાં બોમ્બે હાઇકોર્ટે ૨૦ ઓકટોબરના રોજ એનટીએને આદેશ આપ્યો હતો કે જેમની ટેસ્ટ બુકલેટો અને ઓએમઆર શીટ્સની સેળભેળ થઇ ગઇ હતી તે બે પરીક્ષાર્થીઓ – વૈષ્ણવી ભોપાલી અને અભિષેક શિવાજીને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવે અને તેમના પરિણામો પણ નીટના મુખ્ય પરિણામ સાથે જ જાહેર કરવામાં આવે અને આ માટે હાલ નીટના પરિણામો અટકાવી રાખવામાં આવે.

Most Popular

To Top