સામાન્ય રીતે માણસ પોતાના વિચારો અને રહેણીકરણી પરથી અલગ તરી આવે છે. જો તમે પહેલાથી બધા કરતાં કંઈક અલગ વિચરશો અને જીવનમાં એક નવો આયામ ચીતરી શકો તો તમે એક લીડર તરીકે પ્રસ્થાપિત થઇ શકો છો. જે વ્યક્તિને અનોખું પ્રદાન કરવાની હોંશ હોય તે સમાજમાંથી અલગ તરી આવે છે, આવું એક સરસ નેતૃત્વ સુનીલભાઈ શાહે આપ્યું છે. મારા હંમેશાં વડીલ મિત્ર રહેલા સુનીલભાઈ શાહ જોડેથી હું પોતે ઘણું શીખ્યો છું. આઈ આઈ અમદાવાદમાંથી મેનેજમેન્ટની ડિગ્રી સાથે પાસ થયેલા સુનીલભાઈનું નામ ‘એક નોન-ટેક્નિકલ ટેકનોક્રેટ’, તરીકે જાણીતું છે. સુનીલ શાહ પોતાની સરળ વિચારસરણીથી સમાજ અને ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન ધરાવે છે. સુનીલભાઈ દ્રઢપણે માને છે કે અલગ રીતે વિચારવાથી ઘણો ફરક પડી શકે છે. પોતાના ઘણા બધા પ્રયત્નોથી સમાજમાં પરિવર્તન લાવનાર સુનીલભાઈ તેમના સમૃદ્ધ અનુભવ, નેતૃત્વની ફિલસૂફીથી ઘણા પ્રોફેશનલ્સ અને બહુ બધી કંપનીઓના માલિકોને માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે .
સુનીલભાઈએ 2010 તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચના મુજબ ગુજરાત ઇનોવેશન સોસાયટીની સ્થાપના કરી. ગુજરાત ઇનોવેશન સોસાયટીનો મુખ્ય હેતુ યુવાનો જ સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓને ઇનોવેશનનું મહત્ત્વ અને માર્ગદર્શન આપવાનો છે. ગુજરાત ઇનોવેશન સોસાયટીએ અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોને માર્ગદર્શન અને ઇનોવેશનનો નવો રાહ દેખાડ્યો છે. ગુજરાતની બધી જ યુનિવર્સિટી જોડે સહયોગ સાધી સ્ટાર્ટઅપ્સને યોગ્ય રાહ ગુજરાત ઇનોવેશન સોસાયટીના નેજા હેઠળ સુનીલભાઈએ આપ્યો છે. ગુજરાતમાં આમ પહેલી વાર 2014માં વાઇબ્રન્ટ સમિટમાં ઇનોવેશન સેમિનાર યોજવાનો ફાળો પણ સુનીલભાઈને જાય છે. ‘તમારા વિચારો તમને અલગ તારવી શકે છે અને તમારા કામને વધુ ક્રિએટિવ બનાવે છે. સુનીલભાઈના શબ્દોમાં જો તમારે સબળ નેતૃત્વ આપવું હોય તો લોકોના જીવનમાં ફરક લાવવો પડે. લીડરશીપ લોકોને નવો રાહ ચીંધી શકે છે. ખરાબ લીડરશીપ તમને અને તમારી કંપનીને ડૂબાડી શકે છે. સુનીલભાઈનું માનવું છે કે જે લીડરમાં પીપલ મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોય તે મોટેભાગે સફળ થતો હોય છે.
વર્ષોથી સુનીલભાઈ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહો અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને પોતાની કન્સલ્ટન્સી ઓફર કરી રહ્યા છે. બાંધકામમાં ઇન્સ્યુલેશન, સ્ટ્રક્ચર રિ-સ્ટ્રેન્થનિંગ અને રૂફ વેન્ટિલેશનના ક્ષેત્રોમાં તેમણે ઓથોરિટી તરીકે નામના મેળવી છે. સુનીલભાઈએ 1991માં ‘મોટિવેશન એન્જિનિયર્સ’ની સ્થાપના કરી એક અનોખો કોન્સેપ્ટ બજારમાં મૂક્યો. બાંધકામ ઉદ્યોગ માટે ‘યુટિલિટી સર્વિસ પ્રોવાઈડર’. ‘વર્મિક્યુલાઇટ’ – ‘ઓવર ડેક ઇન્સ્યુલેશન’ માટેના નવીન ઉત્પાદન બજારમાં મૂક્યું અને તે કોન્સેપ્ટ સરસ હિટ થયો હતો. આજે, મોટિવેશન એન્જીનીયર્સે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેતા ઓવરડેક ઇન્સ્યુલેશન માટે 15 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર પૂર્ણ કર્યો છે અને તેનું નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે એટલું જ નહિ 1983 થી ભારત અને વિશ્વમાં જાણીતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશના વિકાસમાં સુનીલભાઈનો ફાળો અમૂલ્ય રહ્યો છે. AMAના સક્રિય સભ્ય તરીકે તેમણે સંસ્થાના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ન્યૂઝલેટર્સ વિકસાવવા અથવા નવા સભ્યો લાવવાથી લઈને AMA ની પ્રવૃત્તિઓને સક્રિયપણે પ્રોત્સાહન આપવા અથવા PGDM કોર્સના લેક્ચરર તરીકે તેમના જ્ઞાન અને સૂઝને શેર કરવા સુધી, AMAમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. સુનીલ શાહ AMA ને સમર્પિત છે. નોંધપાત્ર બાબત એ છે કે AMAમાં તેમનું સમર્પણ બિનશરતી છે. AMA માં 1991 થી તેમણે વિવિધ માનનીય હોદ્દાઓ સંભાળ્યા છે. AMA સાથેના વિશિષ્ટ પ્રદાન પહેલા તેઓ પ્રતિષ્ઠિત લીઓ ક્લબ, જોધપુર, અમદાવાદના ઉપપ્રમુખ હતા. હ્રદયથી સરળ સુનીલભાઈ એક ઉમદા વક્તા છે. લીડરશીપથી ક્રિસેશન કેવી રીતે થાય તે સુનીલભાઈ જોડેથી શીખવું પડે. સુનીલભાઈના મંતવ્ય મુજબ જો કંપનીમાં સારો લીડર હોય તો કંપનીના બધા જ ડિપાર્ટમેન્ટ શ્રેષ્ઠ પ્રોડક્ટિવિટી આપતા હોય છે. લીડરશીપ જો વિકસાવવાની પ્રથમ શરત છે કે તમારા વિચારોમાં આગવું પરિવર્તન લાવવું.
આજના યુવાન સ્ટાર્ટ-અપ્સ અને એન્ત્રોપ્રિન્યોર સુનીલભાઈ જોડેથી નીચેની બાબતો શીખી શકે
1. ઇનોવેશન અને લીડરશીપ ચોક્કસ વિકસાવી શકાય છે આથી સમય બગાડ્યા વગર પોતાની જાતમાં તુરંત બદલાવ લાવવો.
2. શ્રેષ્ઠ લીડર બનવું હોય તો તમારે પહેલા આંતરિક પરિવર્તન લાવવું પડે અને આત્મમંથન કરવું એ પહેલું પગથિયું છે.
3. જે દિવસે તમે લોકોને સમજી શકો તે દિવસથી જ તમારું પરિવર્તન શરૂ થઇ જાય છે.
4. શ્રેષ્ઠ લીડરશીપ મેળવવી એક તપસ્યા છે તેના માટે દૃઢ મનોબળ કરવું પડે.
5. પોતાનામાં જ આત્મવિશ્વાસ ના હોય તે માણસ કદી બીજા પર વિશ્વાસ કરી શકતો નથી અને એક સારો લીડર પણ બની શકતો નથી.
6. નમ્રતા અને સાદગી એ લીડરશીપની પહેલી નિશાની છે.