સુરત મનપાની પ્રિમોન્સુન કામગીરી બાબતે કંઈક કેટલાય વર્ષોથી સુરતીઓ ખાસ કરીને રોડ ટચ દુકાનદારો વરસાદી માહોલમાં શરૂઆત થઈ નથી ને ભરચોમાસે જાણે પરસેવો પાડતા રહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાવાળાઓએ પગદંડો જમાવી તો દીધો પરંતુ વહિવટીતંત્રોની ઉપરની પકડ જમાવવામાં શાસકપક્ષ સદંતર નિષ્ફળ ગયો છે. ખોબા જેવડા સુરતને ખોદી ખોદીને રોજબરોજની ધંધારોજગારીનાં જડબા ફાડી નાંખ્યા છે.
છોગામાં અન્ય મેટ્રોસિટીની તુલનામાં જાણે કોઈ પણ જાતનાં ભૌગોલિક અભ્યાસ વિના માત્ર ફાંકા ફોજદારી માથે મારી ઉદ્યોગપતિના ખોળે બેસી એમનાં જ લાભ તરફ નજર રાખીને નગરજનોની અને વાહનચાલકોની તો કમ્મર તોડતા રહે છે. એક જ વરસાદમાં સત્તાધારી શાસકોની બધી જ, ફાંકાફોજદારી પાણીમાં તણાઈ ગઈ. ક્યાં ગયું ડિઝાસ્ટર મેનેજમેન્ટ? ક્યાં સંતાયા..નગરસેવકો? જુદા જુદા પ્રકારનાં દેખાડા-અખાડા કરી વિવિધ સંસ્થાઓ પર મહેરબાન થઇ કાગળિયે એવોર્ડ્સ લઈ ફોટાસેશન કરાવી લોકોની વાહવાહી મેળવવામાં માહિરો આ આફત પહેલા શું કરતા હતાં?
સોનીફળિયા, સુરત – પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.