VALSAD : વલસાડના સાપ્તાહિક પેપરના પત્રકાર સામે વલસાડ નજીકના પારડીના સાંઢપોરના બિલ્ડરે રૂ.3 લાખની ખંડણી માંગી હોવા મુદ્દે વલસાડ સિટી પોલીસ (VALASAD CITY POLICE) મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પારડીના સાંઢપોરના સાઈધામમાં રહેતા કિશોરભાઈ રામજીભાઈ કલ્સરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના ભાગીદાર દિલીપ રણછોડજી વશી, હેમુ ભાઈ બાલુ ભાઈ હડિયા સાથે પારડી રેલવે સ્ટેશન પાસે વાસુદેવ રેસિડેન્સી નામની સાઇટ ચાલુ કરી હતી.
દરમિયાન સાપ્તાહિક પેપર (WEEKLY NEWS PAPER) ના પત્રકાર કમલેશ શોભાલાલ શાહ (રહે. ધારા નગર, અબ્રામા, વલસાડ) ઉમરસાડી પંચાયત, નગર નિયોજક વલસાડ અને પારડી તા.પ.માં અમારા વાસુદેવ રેસિડન્સીમાં ગેરકાયદે દુકાનો હોવા અંગે અરજી કરતો આવ્યો છે. જેના પગલે અમે કામ બંધ કર્યું છે. દરમિયાન ગત 7-1-2021ના રોજ કમલેશ શાહે ‘મને ફોન કરી ધરમપુર રોડ ઉપર આવેલી મહાવીર એજન્સીમાં બોલાવ્યો હતો. જ્યાં તેણે ધંધો કરવો હોય તો 5 લાખ આપવા પડશે’ તેમ કહી ખડણી માંગી હતી..
જોકે હાલે કામ તો બંધ છે, તેમ જણાવતા હાલે 3 લાખ રૂ. આપો અને 31.3.2021માં બાકીના 2 લાખ આપવા પડશે, અને ધંધો કરવો હોય તો દરેક નવી બિલ્ડીંગ દીઠ 1 લાખ આપવા પડશે એવી ધમકી આપી હતી. જે અંગે ‘મેં 3 લાખમાં પતાવો’ તેમ જણાવ્યું હતું, જોકે કમલેશ માન્યો ન હતો. ફરિયાદમાં ફરિયાદી કિશોરભાઈએ અન્ય પાંચ બિલ્ડરોના નામોનો પણ ઉલેલેખ કર્યો છે, જેમને કમલેશ શાહ ખોટી રીતે હેરાન કરતો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
5 જાન્યુઆરી 2021ના રોજ કમલેશ શાહે ફરિયાદીને ફોન કરી વાતચીત કરવા તેની ઓફિસે બોલાવેલ અને બે દિવસ બાદ તેની ઓફિસે જઇ ધંધામાં વિના કારણે વિક્ષેપ ન કરવા કહેતા ધંધો કરવો હોય તો રૂ.5 લાખ આપવા પડશે અને નવું કંનસ્ટ્રક્શન ચાલુ કરો તો દરેક બિલ્ડીંગે એક-એક લાખ રૂપિયા આપવાના રહેશે તેમ કહેતા ફરિયાદીએ રૂ.3 લાખમાં પતાવત માટે જણાવ્યું હતું. જે માટે તેણે ના પાડી દઇ બધું કારસ્તાન ખબર છે કહી પેપરમાં બદનામ કરવા જણાવતા પાંચેય પાર્ટનરો સાથે બેસીને આ અંગે વાત કર્યા બાદ આખરે પત્રકારથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.