National

‘પાકિસ્તાનથી વધુ પ્રેમ હોય તો ત્યાં જઇ કટોરો લઇ ભીખ માંગો’, મહોબામાં CM યોગી ગરજ્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મહોબામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ચૂંટણી રેલીને (Election rally) સંબોધિ હતી. સંબોધન દરમિયાન યોગીજીએ પાકિસ્તાનનું નામ લઈને વિપક્ષ ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ કોંગ્રેસના પાકિસ્તાન (Pakistan) સમર્થિત નિવેદનોની ટીકા કરી હતી.

સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે સીએમ યોગીએ કહ્યું, ‘પાકિસ્તાનની વસ્તી 23થી 24 કરોડ છે. પીએમ મોદીએ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને તેમને સુખી જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે. પાકિસ્તાનની વસ્તી કરતા વધુ લોકો અહીં ગરીબીમાંથી બહાર આવ્યા છે.

પાકિસ્તાનની અંદર રોજેરોજ હલચલ થાય છે. પાકિસ્તાનમાં એક કિલો લોટ માટે પણ લડાઈ થઇ રહી છે. સ્નેચિંગ ચાલી રહ્યું છે. જે લોકો દરરોજ પાકિસ્તાનના ગુણગાન ગાતા હોય છે તેમને કહો કે જો તેઓ પાકિસ્તાનને આટલો પ્રેમ કરે છે તો તેઓ ભારત પર બોજ કેમ બની રહ્યા છે. પાકિસ્તાન જાઓ અને ત્યાં કટોરો લઈને ભીખ માંગો.’

આ સાથે જ કોંગ્રેસના એટમ બોમ્બ વાળા નિવેદન પર સીએમ યોગીએ કહ્યું કે “કોંગ્રેસના લોકો પાકિસ્તાન વિરુદ્ધ ન બોલવાની ધમકી આપે છે, કહે છે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. આ બાબતે હું જવાબ આપુ છું કે શું અમારા એટમ બોમ્બ ફ્રીજમાં રાખવા માટે બનાવ્યા છે?” CMએ કહ્યું શું રામભક્તો પર ગોળીબાર કરનારાઓ ભારત પર રાજ કરશે? શું આપણે હિન્દુઓના હત્યારાઓને સત્તા સોંપીશું? આ પાપ ક્યારેય થવું ન જોઈએ.

સીએમ યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આપણા યુપી કરતા નાનું છે. પાકિસ્તાન શું આપણી સામે જ ટકી શકશે? માત્ર આપણા બુંદેલખંડના સૈનિકોની મારથી જ તેઓ ચારો ખાને ચિત્ત થઇ જાય છે. એમ પન કહેવાય છે કે ‘મહોબા વાલે બડે લડૈયા.’ જેમને અસહ્ય હોય છે. પરંતુ આ વખતે આપણે વોટનો માર આપવો પડશે.

સીએમ યોગીએ કહ્યું, ‘2017 પહેલા ડાકુઓનો આતંક હતો. યુ.પીમાં મોટા માફિયાઓ હતા. સપા, બસપા અને કોંગ્રેસે જ માફિયાઓને સ્થાન આપ્યા હતા. તેઓ અરાજકતા ફેલાવી રહ્યા હતા, લૂંટફાટ કરાવી રહ્યા હતા, રસ્તાઓ બરબાદ કરી રહ્યા હતા. તેઓ યુવાનોના જીવ સાથે રમી રહ્યા હતા. દીકરીઓ અને બિઝનેસમેનની સલામતી જોખમમાં હતી. વિકાસ અટકી ગયો હતો. પરંતુ હવે અમે બુંદેલખંડને સુંદર બનાવવાનું કામ કરી રહ્યા છીએ.

Most Popular

To Top