હોળી દિવાળીમાં ફેરવાય, કે કાળી ચૌદશ ઉપર શરદ પૂર્ણિમાની ચઢાઈ થાય, ધંતુરાઓને કોઈ ફરક નહિ પડે. વસંત ઋતુમાં પણ મરશિયા ગાય એવા..! અમુક તો એવા રીઢા કે, સંસ્કૃતિના ચોપડા ચાવી જાય તો પણ, જ્ઞાનની ફૂટ નહિ ફૂટે..! બંધ ઓરડામાં ગોંધી, મોરારિબાપુની અત્યાર સુધીની બધી રામ કથા સંભળાવો તો પણ, રાક્ષસમાંથી સાક્ષર નહિ થાય. દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉજાસનું પર્વ, ઉલ્લાસનું પર્વ, એમને અંધારી આલમ જ ફાવે. દિવાળી હોય, ધન તેરસ હોય કે બેસતું વર્ષ હોય, કારણ વગરનો રૂઆબ છાંટીને બગડેલા ટામેટા જેવો લાલઘુમ થઈને નહિ ફરે ત્યાં સુધી ફીલિંગ નહિ આવે. ‘હમ નહિ સુધરેંગે..!
દિવાળીમાં દેવું કરીને પણ લોકો ઠનઠનપાલ થાય, ત્યારે આ લોકોને, આગજની એ જ આતશબાજી..! ક્યાં તો મરવું, મારવું કે કોઈના બુચ મારીને ઝીંગાલાલા થવું..! શીતળા સાતમ હોય કે શરદ પૂર્ણિમા, ધંતુરાને બંને સરખા..! બોળેલું વૈઢું પણ સરખું ને, ચંદી પડવાની ઘારી પણ સરખી..! બદામ પિસ્તાની ઘારી સાથે પણ પાણીચું નહિ ચાવે ત્યાં સુધી ટાઢક નહિ વળે. શીઈઈઈટ..! દિવાળીના સપરમા તહેવારોમાં હું પણ ક્યાં કુંડળી કાઢવા બેઠો? એક વાત ભીંત ઉપર લખી રાખવાની કે, પંચાંગમાં ભલે ને દિવાળી હોય, પણ ઘરમાં ઘરવાળી હોય તો જ દિવાળી જામે..! દિવાળી અને ઘરવાળી વચ્ચે આસોપાલવ અને આંબાના પાન જેટલો જ તફાવત..!
દિવાળી ભૂલ્યા વગર દર વર્ષે દર્શન આપે. ઘરવાળીનું નક્કી નહિ, સ્પ્રિંગ છટકી તો બેચાર દિવાળી સુધી સાસરેના ઉંબર જોવા પણ નહિ આવે..! છૂટાછેડાની નોટીસ જ આવે..! દિવાળી કરતાં ઘરવાળી ઘણી અઘરી મામૂ..! આવું બનતું નથી પણ આ તો એક વાત..! ચમનિયાની જ વાત કરું તો, દિવાળી કરતાં ચમનિયાએ ઘરવાળીને બહુ સાચવી છે. એક તો માંડ-માંડ મળેલી. ચાલી ગઈ તો દિવાળીએ ઘૂઘરા ખાવાને બદલે, ‘વગાડવા’ના વધારે આવે..! બીજો problem એ કે, વાઈફ એટલે એની વિઘ્નહર્તા. ચમનિયાનું આખું વર્ષ તો રેશમી મલમલ જેવું જાય.
પણ દિવાળી આવે ને, દીવા હોલવાવા માંડે ને ફોડચી મગજમાં ફૂંક મારવા માંડે. કારણ કે, સાલમુબારક કરવાવાળા કરતાં ઉઘરાણીવાળા વધારે આવે..! પણ ચંચી એટલી ચંચળ કે ધણીને આંચ નહિ આવવા દે. એના માટે દિવાળી કરતાં ઘરવાળી વધારે શુકનિયાળ..! એના કપાળમાં કાંદા ફોડું, સારા પતિ મળે એ માટે કુંવારિકાઓ, આડા-ઊભા-સાકરિયા સોમવાર કરતી હોય, ત્યારે ચમનિયાના કિસ્સામાં ઊંધું..! પોતે જ સોમવારો કરેલા હોય એમ, ફાવટવાળી ઘરવાળી મળેલી. બાકી દિવાળી આવે ને ચમનિયાનું મગજ ફાટ ફાટ થવા માંડે. લોકોને વિશ્વસુંદરીનાં સ્વપ્નાં દેખાય, ત્યારે ચમનિયાને લેણદારો દેખાય..! લેણદારો ભેગા મળીને પથારી ઉપર ભાંગડા કરતાં હોય એવું લાગે..!
પંચાંગમાં આમ તો દિવસ અને રાતનાં બે જ પ્રકારનાં ચોઘડિયાં હોય. પણ ચમનિયાનાં દિવાળીનાં ચોઘડિયાં અલગ..! સારાં ચોઘડિયાં પણ નઠારાં બની જાય ને ખરાબ ચોઘડિયાંઓ ચમનિયાના ઓટલે પડાવ નાંખીને પ્રેતનાચ કરતાં હોય..! બોસ લેંઘીમાં ખિસ્સા કેટલા છે એ મહત્ત્વનું નથી, પણ ખિસ્સામાં માલ કેટલો ભરેલો છે એ મહત્ત્વનું છે. ચમનિયો ખિસ્સાં તો સંખ્યાબંધ રાખે, ધોતિયાંમાં પણ ખિસ્સાં મુકાવે..! પણ બધાં ખિસ્સાં ખાલ્લી..! ભાડુઆત વગરના ખંડેર મકાન જેવાં..! ખિસ્સાં ઊંચકવાનો પણ ભાર લાગે..! ખિસ્સાં ભરેલાં હોય તો કાળી ચૌદશ પણ રૂપાળી લાગે. આ તો ધન તેરસના દિવસે જ બેડરૂમમાં હિપોપોટેમસ ઘુસી ગયો હોય એવું લાગે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે માતા લક્ષ્મીજીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી કહેવામાં આવી છે. પણ દિવાળી આવે ને માતાજી મોંઢું ફેરવી લે. ચમનિયાનું ‘બ્લડ પ્રેસર’ધનતેરસથી ઊંચું-નીચું થઈને ડિસ્કો કરવા માંડે.
કસ્સમથી કહું કે, સામી દિવાળીએ ડરામણી કે ગભરામણી વાત તો મારે ના કરવી જોઈએ, કારણ કોઈની દિવાળી નહિ બગડે એમાં પણ આપણી દિવાળી હોય છે ..! પણ દિવાળીમાં ગલગલિયાં કરાવવાં હોય તો, નેતાના ભાષણ જેવી છાંટ તો નાંખવી પડે દાદૂ..! દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે, પણ મલકાટ ઓછો ના થવો જોઈએ..! અમને પણ હસાવવાની ખંજવાળ આવતી હોય તો મૂંગાંમંતર થઈને બેસી થોડું રહેવાય..? સૌના ગાલ ગલગોટા જેવા લાલ રાખીએ તો દિવાળીને પણ એમ થાય કે, આ લોકો ખાલી ખિસ્સે પણ મારો મલાજો જાળવે છે..! તંઈઈઈઈ..!
બાકી સમુદ્રશાસ્ત્રમાં તો કહ્યું છે કે, પુરુષને ડાબી હથેળીમાં ખંજવાળ આવે, તો માનવું કે લક્ષ્મી નારાજ છે અને સ્ત્રીને જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો માનવું કે, ધનલાભ થવાની સંભવના છે. પણ ચમનિયા માટે જેવા દિવાળીના દિવસો શરૂ થાય એટલે, એક બાજુ ડાબા હાથની હથેળીમાં ખંજવાળવાના ખેલ ચાલે ને બીજી બાજુ માળિયાં સાફ કરવાની ડયુટી લાગી જાય..! દાદર ચઢ ઉતર કરવામાં જ વાઘબારસનો વાઘ ‘ઉંદરડો’બની જાય..! એટલે તો ખલીલ ધનતેજવી સાહેબે લખવું પડે કે…
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
લાસ્ટ બોલ
આ ફટકડી ફટાકડાની સાળી થાય કે?
ના કેમ ? ગમી ગઈ હોય તો વાત નાંખુ..? જરાક તો સુધર…!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.