ખિસ્સું એટલે માનવીનું અનિવાર્ય અંગ..! ખાનદાની માપવાનું ‘મની-મીટર…!’ ખિસ્સુંને કાપડનો ટુકડો માનવાની ભૂલ કરવી નહિ. ખિસ્સું આપણો અજવાસ છે, અંધકાર છે. મહત્ત્વાકાંક્ષા, ચિંતા અને સામાજિક દરજ્જાનો આયનો છે. ખિસ્સું મૌન છે, એટલું સારું છે. એની પાસે વાચા નથી. હોત તો, માનવીનાં અનેક રહસ્યો ખુલ્લાં પડ્યાં હોત. ખિસ્સું એ માનવીના જીવતરનું સરનામું છે…! એટલે જ તો કોઈકે સાચું કહ્યું છે કે,
ભરેલું ખિસ્સું હોય તો, નાથિયોય નાથાલાલ બને
ખાલી ખિસ્સું હોય તો, શ્વાનો પણ પોતીકા ના બને
સમયના પરિવર્તન ખિસ્સાને પણ આડા આવ્યા છે મામૂ..! સમય સમયે ખિસ્સાં પણ બદલાતાં ગયાં. નાનાં મોટાં તો ઠીક આકાર પણ બદલાતા ગયા. ખિસ્સાનો મહત્તમ ઉપયોગ, પૈસા, ચાવી કે ઘડિયાળ પૂરતો હવે રહ્યો નથી, ‘મલ્ટી-યુટીલીટી’ સ્ટોરેજ બની ગયો. ઠાંસી ઠાંસીને એવું ભરાવા માંડ્યું કે, બજારમાં ફુગાવો વધે એમ, ખિસ્સાનો ફુગાવો પણ વધતો ગયો. ખિસ્સાની ખાસિયત એ છે કે, જેને દરેક બાજુથી સીવેલું હોય એને ‘થિંગડુ’ કહેવાય ને ત્રણ બાજુથી સીવેલું હોય એને ખિસ્સું કહેવાય..! જે નિરાકાર નથી, પણ વાપરનારના શોખ પ્રમાણે આકાર-વિકાર અને પ્રકાર બદલે..!
પછી તો જેનો જેવો શોખ..! ખિસ્સું દ્રવ્યોથી ભરેલું હોય તો, એ માનવીની મહેનતનો મેડલ છે અને ખાલી હોય તો BPL નું પ્રમાણપત્ર છે..! સુખી થવું હોય તો, વઢિયણ વાઈફ અને ખિસ્સાની ઊંડાણમાં ક્યારેય ખાંખાખોળાં કરવાં નહિ. કોઈ કાંદો કાઢી શકાતો નથી. મગજ સાથે સમાધાન કરી લેવાનું કે, એ બંને ભરેલાં હોય ત્યાં સુધી જ સારાં.. ! બહુ ફંફોળવા જઈએ તો કદાચ, આપણે પણ ફંગોળાઈ જઈએ.! શું કહો છો ચમનિયા..?
જેને બહુ ચકાસવાની આદત છે, એને કોઈ પોતીકું નહિ જડે, અને ચાહવાની તૈયારી રાખો તો, કોઈ પરાયું નહિ લાગે..! એટલે તો ખમીશના ખિસ્સાએ હૃદયને અને હૃદયે ખિસ્સાને પોતાની નજીક રાખેલું. હૃદય અને ખિસ્સું બંને એકબીજાનાં પાડોશી. બંનેને એકબીજાનો આધાર. જ્યાં હૃદયનું સ્થાન હોય, તેની આગળ જ ‘ખિસ્સું’એ માળો બાંધેલો હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..! બંને રોમિયો-જુલિયેટની જોડી જેવાં. બંને એકબીજાથી સ્થાનભ્રષ્ટ થયાં નથી. બંને એકબીજાનાં પાડોશી ખરાં, પણ આપણા પાડોશી જેવા ઝઘડાળુ નહિ..! ઘાંટા પાડીને ક્યારેય લડ્યાં નથી. બંનેની મૌનની ભાષા જ એવી વેધક કે, બંને સાનમાં શરાફત નિભાવે. બે વચ્ચે મહાભારત જેવું યુદ્ધ ખેલાતું હોય તો પણ કોઈને ખબર નહિ પડવા દે. બંને એકબીજાને ક્યારે ભડકાવે કે તતડાવે એની ગંધ સુદ્ધાં આવવા નહિ દે..!
એના કપાળમાં કાંદા ફોડું, ખિસ્સામાં પણ ડબલ એન્જીનના સરકાર જેવું..! ડાબી બાજુ તો ખિસ્સું હોય જ, જમણી બાજુ પણ રાખે..! કાદુ તારા ડુંગરે ડુંગરે ડાયરાની માફક પહેરવેશનાં ખિસ્સાના મેળા રાખવાની હવે તો ફેશન બની ગઈ. અસ્સલના રાજાઓ જેમ ઘણી બધી રાણીઓ રાખતા, એમ ઠેર ઠેર કબુતરખાનાં જેવાં ખિસ્સાં રાખતા થઇ ગયા. ઢગલાબંધ ખિસ્સાઓને જોઇને એમ થાય કે, આ જીવ ધરતી ઉપર જીવવા આવ્યો છે કે, ખિસ્સાં ભરવા..?
જીવતર જીવવા પહેલાં ‘એડવાન્સ’મેડલ મેળવ્યા હોય એમ, થોડા થોડા અંતરે ટોલનાકા જેવા ખિસ્સા હોય..! ભલે રાજા મહારાજાનાં ખંડેર મકાનો જેવાં હોય..? પણ ખાડામાંથી રસ્તો શોધવાનો આવે એમ, અનેક ખિસ્સામાંથી આપણે એનો પહેરવેશ શોધવાનો. ખિસ્સાકાતરુને પણ એક વાર તો તમ્મર આવી જાય કે, આ બરમૂડાને મારે વેતરવો ક્યાંથી..? પાટલુન એક જ, પણ ખિસ્સાઓની વસ્તી વધારે..! સમજણ નહિ પડે કે, જાતકે પાટલુન પહેરી છે, કે પાટલુને ‘ખિસ્સા’ પહેર્યા છે..?
ખિસ્સાનું તો એવું છે ને મામૂ કે, જેનું ખિસ્સું ભારી એની ચાલ તેજીલી..! વિટામીનનાં પીપ ઢીંચી ગયો હોય એમ, ચાલમાં પણ પાવર આવી જાય. બાકી, સામાન્ય રીતે નવજાત શિશુના ઝભલામાં, મૃતદેહના કફનમાં અને લુંગીમાં ખિસ્સાઓ માળા બાંધતા નથી. એમાં મોટા ઝભ્ભાવાળાની તો વાત જ નોખી..! કપડા જેવા હોય તેવા ચાલે, પણ ખિસ્સા મજબૂત રાખે. એમને છલકા ખિસ્સાઓ ફાવતા નથી. સામાન્ય જણ કરતાં થોડાં ઊંડાં જ હોય. ખિસ્સાં જેટલાં ઊંડાં એટલી જાહોજલાલી દીપે…! માત્ર ખિસ્સા જ નહિ, પેટ પણ મોટા અને લબડેલાં હોય. શરીર સાથે ‘એર-બેગ’ ફીટ કરાવીને જ પ્રગટ થયા હોય. એમના પેટનો ક્યાસ કાઢીએ તો, ટ્રેનમાં લટકીને મુસાફરી કરતા હોય તેવા મુસાફર જેવા જ એમના પેટ લાગે..! આ લોકો પહેલાં પેટના દર્શન કરાવે, પછી જ એ પોતાનાં દર્શન આપે..!
ખિસ્સું એટલે ખિસ્સું બોસ..! ફરતેથી સીવાયેલું હોય એને થિંગડું કહેવાય, પણ એક બાજુ સીવવાનું રહી ગયું હોય ને માત્ર ત્રણ જ બાજુથી સીવાયેલું હોય એને ખિસ્સું કહેવાય. ખિસ્સાની ઓળખ ત્રણેય જાતિમાં થાય. નર, નારી અને નાન્યતર ત્રણેયમાં ઓળખાય. જેમ કે, ખિસ્સો કેવો, ખિસ્સી કેવી, ને ખિસ્સું કેવું..! યાદ હોય તો પહેલાંની સ્ત્રીઓ, ડગલીમાં ખિસ્સી રાખતી. પછી થયું એવું કે, કાળક્રમે માણસમાંથી પૂંછડું ઘસાઈ ગયું, એમ એ ડગલી પણ ગઈ ને, ડગલીની ખીસ્સી પણ ગઈ. ત્યારે પુરુષોએ ખિસ્સો-ખિસ્સું ને ખિસ્સી બધું સાચવી રાખ્યું. ખિસ્સી તો એવી રાખે કે, વાઈફ તો ઠીક, ગુગલની પણ તાકાત નહિ કે, એ ખીસ્સી શોધી આપે..!
કોઈનું ધ્યાન ગયું હોય કે ના ગયું હોય પણ, સ્ત્રીઓ પાકીટ મોટાં રાખે ને રૂમાલ નાનાં રાખે ત્યારે પુરુષો પાકીટ નાનાં રાખે ને રૂમાલ મોટા..! કારણ જાણવા ગુગલને પૂછ્યું તો, ગુગલ પણ જવાબ આપવામાં ફેંએએએએ થઇ ગયું..! જે હોય તે, પૈસા સાચવવાની બે જ જગ્યા સલામત, ક્યાં તો બેંકમાં સચવાય, ક્યાં તો પત્ની પાસે..! બેંકમાંથી સહેલાઈથી મળી જાય, બાકી વાઈફ પાસેથી મેળવવા હોય તો, ‘બ્લડ-પ્રેસર’ની ગોળી લીધા પછી જ સાહસ કરાય..! ભરશિયાળામાં પરસેવો થઇ જવાય યાર..!
એક જ વાત યાદ રાખવાની કે, જેનું ખિસ્સું ખાલી એનાં વળતાં પાણી..! ભરેલું ખિસ્સું શાન પણ છે, જાન પણ છે, ને માન પણ છે. માનવીના સ્ટેટસનો આધાર ભરેલા ખિસ્સા ઉપર છે. જેના ખિસ્સા ભરેલા, એના સંબંધ વધેલા..! ભરેલા ખિસ્સાવાળાને સંબંધીઓનો દુકાળ નડતો નથી ને ચમચાઓની ખોટ સાલતી નથી. કારણ કે, જ્યાં સુધી ખિસ્સું ભરેલું હોય, ત્યાં સુધી ચમચાઓની જમાવટ ભરપૂર હોય. ખિસ્સું ખાલી થાય એટલે ચમચાઓ પણ ચાલતી પકડે. મોટા મોટા જમણવારમાં પ્લાસ્ટીકના ચમચા, એંઠવાડમાં જ રઝળતા હોય છે , એ આપે જોયું હશે..! લખી રાખો કે, ખિસ્સું ભરેલું હોય ત્યાં સુધી જ, “હેલ્લો-હાવ આર યુ”ના ટહુકા સંભળાય, પછી છોલે ભગો દાજી..! એક વાર ખિસ્સું ખાલી થયું, એટલે અનુભવો જ તમારી સંગાથે હોય. ખાલી ખિસ્સું હંફાવે ખરું, પણ દોડાવે નહિ. ખાલી ખિસ્સું એ જીવતરની અર્વાચીન ગીતા છે..!
ખિસ્સા ભરેલા હોય તો, કીડીને પણ હાથીને ઊંચકવાનું જોમ આવી જાય. એટલે તો આજકાલ ખિસ્સા ભરવાની દોડ વધી છે. સબ ભગવાનકી માયા હૈ..! ખિસ્સા ભરેલા હોય તો, આફ્રિકાનો હબસી પણ ‘હેન્ડસમ’ લાગે. ખિસ્સાં ભરેલાં હોય તો, સ્વીટઝરલેન્ડ જઈને રોજ સવારે ‘બ્રેકફાસ્ટ’ કરવાની ઈચ્છા થાય…! બાકી, ખાલી ખિસ્સાવાળાથી તો પાદરે હવા ખાવા જવું હોય તો પણ વિચાર કરવો પડે..! ભીંત ઉપર જગ્યા હોય તો લખી રાખજો કે, જે દિવસે ખિસ્સાં ખાલી થયાં, તે દિવસથી કૂતરાં પણ પલાયન થઇ જાય. યે સબ ગજવેકી કમાલ હૈ મામૂ.!
લાસ્ટ ધ બોલ
પિતા : તારા ભણતર પાછળ મેં મારું ખિસ્સું ખાલી કરી નાંખ્યુ..! હું દેવાળિયો બની ગયો તો પણ તું પાસ થતો નથી. તને ખબર છે કે, તું સારું ભણશે તો તને સારી કન્યા મળશે..!
પુત્ર : સાચી વાત છે પપ્પા..! પણ મને સમજાવો કે તમારા વખતે આ સ્કીમ નહિ હતી કે..?
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.