સુરતીઓનો ખાવાનો શોખ તો દુનિયાભરમાં જાણીતો છે. એટલે જ કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતના સ્વાદ શોખીનોને ચટાકેદાર સ્પાઈસી ફૂડ વધારે પસંદ છે એટલે જ સુરતના સ્વાદ રસિયાઓ વિવિધ પ્રકારની ખાણી-પીણી મજેથી આરોગે છે. સુરત આજે એક કોસ્મોવોલિટન શહેર બન્યું છે જ્યાં ઘણાં અલગ-અલગ પ્રાંતમાંથી લોકો આવીને વસ્યા છે અને એ લોકોનું કલ્ચર પણ લઈને આવ્યા છે. તેઓ નોન-વેજની ઘણી વેરાઈટીઝ સુરતમાં લાવ્યા છે, જે વેજિટેરીયન સુરતીઓ ખાઈ ન શકે તેથી હોટલ સંચાલકો અને કેટરર્સ એ લોકોના ટેસ્ટ બડસ ધ્યાનમાં રાખી અનેક વેજમાં રૂપાંતરિત કરી પીરસે છે જે પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જાણીએ એવી થોડી વાનગીઓ વિશે…..
પનીર કલેજી
મટનમાથી બનાવવામાં આવતી કલેજીનો ટેસ્ટ હવે વેજીટેરિયનો પણ માણી શકે એ માટે સુરતમાં પનીરનો ઉપયોગ કરીને પનીર કલેજી બનાવવામાં આવી રહી છે જે પણ એટલું જ ટેસ્ટી લાગતું હોવાથી તે નોનવેજ ખાતા લોકોને પણ ખાસ પસંદ આવી રહી છે.
ડિમસમ
ડિમસમ એ એક નોનવેજમાથી બનતી વાનગી છે પરંતુ શાકાહારીઓ ખાઈ શકે એ માટે તેમાં અલગ અલગ વેજીટેબલ અને ઘઉના લોટનો ઉપયોગ કરીને તેને વેજીટેરિયનો માટે ખાસ બનાવવામાં આવે છે જેને સુરતના સ્વાદ રસિયાઓ હોંશથી આરોગી રહ્યા છે.
વેજ. સુશી
મૂળ જાપાનીઝ ડીશ સુશી એ ફિશમાથી બનાવાતી એક જાણીતી વાનગી છે જેને ચોખાનો ઉપયોગ કરીને તેને વેજીટેરિયનો માટે બનાવવામાં આવે છે જે દેખાવમાં અદ્દલ નોનવેજ જેવી જ ફીલિંગ આપે છે. અને તેના આકર્ષક લૂકના કારણે તેનો ટેસ્ટ કરવા સુરતીઓ ખાસ આવી રેસ્ટોરન્ટની મુલાકાત લઈ રહ્યા છે.
બર્મિઝ ખાઉસ્વે
મૂળ બર્માની ડીશ બર્મિસ ખાઉસ્વેમાં નોનવેજનો ઉપયોગ થતો પરંતુ વેજીટેરિયન સુરતીઓ તેનો ઘર આંગણે ટેસ્ટ માણી શકે છે. કારણ કે સુરતની કેટલીક એવી રેસ્ટોરન્ટ છે જે નુડલ્સ તેમજ કેટલાક વેજીટેબલનો ઉપયોગ કરીને વેજ બર્મીઝ ખાઉસ્વેનો ટેસ્ટ જાળવી રાખીને સુરતીઓના જીભના ચટાકાને સંતોષ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
વેજ સોયા ચાપ
આ રેસિપી પણ ખાસ કરીને મટનનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે પરંતુ શાકાહારીઓ એનો ટેસ્ટ માણી શકે એ માટે સોયા ચાપનું ઓપ્શન અમલમાં આવ્યું છે સોયામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આવતું હોય છે જે આરોગ્ય માટે જરૂરી હોય છે જેનો સુરતીઓ ભરપૂર લાભ લઈ રહ્યા છે.
મશરૂમ ખીમો
ખીમો ખાસ કરીને મટનમાથી બનાવવામાં આવે છે પરંતુ જે લોકો વેજીટેરિયન છે તેઓ પણ ખીમાનો આનંદ માણી શકે એ માટે ખાસ મશરૂમમાથી ખીમો બનાવવામાં આવે છે અને તેનો ટેસ્ટ જળવાઈ રહે એ માટે ખાસ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરીને ખીમાનો નોનવેજ જેવો ટેસ્ટ જાળવી રાખવામા આવે છે જેથી સુરતીઓનો ટેસ્ટ જળવાઈ રહે છે.
ટોફું બિરિયાની
ટોફુંનો ઉપયોગ પનીરના ઓપ્શન તરીકે પણ થઈ રહ્યો છે ત્યારે નોનવેજ બિરિયાનીમાં જેમ માસ નો ઉપયોગ કરવામાં આવે છે તેમ માસના પર્યાય તરીકે ટોફું નો ઉપયોગ કરીને વાનગી બનાવાય છે અને મસાલાનો ઉપયોગ બિરિયાનીમાં એ રીતે જ કરવામાં આવે છે કે તેનો ટેસ્ટ જળવાઈ રહે છે અને વેજ. ખાતા લોકોને પણ સંતોષ મળી રહે છે.
સુરણના સમોસા
સુરણ એક એવું કંદમૂળ છે જેને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે મટન સમોસાના પર્યાય રૂપે તેનો ઉપયોગ કરીને સુરણના સમોસા બનાવવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવા માટે ખાસ તો મટનનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ સુરતની કેટલીક રેસ્ટોરાં એવી છે જેમાં લોકોની જીભને સંતોષ મળે એ માટે સુરણનો ઉપયોગ કરીને સમોસા બનાવવામાં આવે છે જેથી વેજીટેરિયાનો ખાઈ શકે.