Charchapatra

પ્રતિકાર ન કરશો તો ભ્રષ્ટ તંત્ર સુધરવાનું નથી

સતયુગથી કલિયુગ સનાતન સત્ય છે,  સમય સમયે સંજોગવશ ભાગે આવેલી કે,બદલાઈ રહેલી પરિસ્થિતિઓને અનુરૂપ જિંદગીનો જંગ ખેલનાર જ વિજયીભવ થાય છે. આજનો જે રીતે અત્ર તત્ર સર્વત્ર છવાઈ રહેલો તમામ સ્તરનો ભ્રષ્ટ બનેલો માહોલ જોતાં એવું નથી લાગતું કે,હવે સીધા સાદા સરળ ભોળા અને કપટરહિત માનસ ધરાવતાં મનુષ્યોનો જાણે કોઈ જ બેલી કે ઉધ્ધારક નથી.

અચ્છે દિનનો આરાધક પણ આજની તારીખે અટવાઈ, સપડાઈ ગયો હોય ત્યારે જ મૂલ્યનિષ્ઠ મતદારોએ પણ બધી જ રીતે હવેથી થોડીક માનસિક કવાયત હાથ ધરી આવનાર સમય જે રહ્યો સહ્યો છે એની તરફ સતત નિગાહ રાખવી જોઈએ, તમામ વર્ગના,તમામ ધર્મના તમામ જાતિઓના દેશભરનાં કંઈક કેટલાંય ભણેલાં અભણોએ પણ સમજદાર અને જાગૃત નાગરિક તરીકે વખત જોઈએ. લુચ્ચાઈવાળા,થોડા સ્વાર્થી,થોડા જાણીબુઝીને અભણ,થોડા કપટી,થોડા સ્વકેન્દ્રી, થોડા થોડાક ગુનેગાર હોઈએ એવી છાપ ખરાબી  ભલે,કામચલાઉ રીતે ખરડાઈ જાય પરંતુ હાથે ચાબુક તો રાખવી જ પડશે.

ખાસ કરીને..મધ્યમ વર્ગીય પ્રજાએ બધી તરફથી સહન કરવું પડે છે. ભ્રષ્ટાચારના કર્તા હર્તા એટલી હદે બેખોફ બન્યા છે. આજકાલ દેશની વિશ્વસનીય સર્વોચ્ચ અદાલત અને બંધારણીય રખેવાળી કરતી સર્વધર્મસમભાવના મંદિર સમાન નવી અને જૂની બેઉ સંસદભવનોના અબુધ રખેવાળો પણ બધી વાતોને બધી જ રીતે સહજ સમજી ચૂક્યા  છે કે,આવનારો સમય કંઈક કેટલાય ખર્ચાળ સત્રોને ધમરોળશે. આખરે તો કરોડો મધ્યમ વર્ગીય મતદાર  બિચારો બાપડો જાણે ફરીથી,નવેસરથી બહેરાં – મૂંગાંની શાળામાં પ્રવેશ મેળવવાની કતારે !!
સુરત     – પંકજ શાં. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નીટ 2024 પરીક્ષામાં હજુ પણ ગોટાળા ન થાય તેની ગેરંટી છે?
દેશની જનતાની ચર્ચાની ચકડોળે ચઢેલ નીટ 2024ની પરીક્ષામાં થયેલ ગેરરિતીને કારણે તેની પ્રતિષ્ઠા તળીયે ગઈ. કારણ વિદ્યાર્થીઓ માટે તે પરીક્ષા હતી પણ તે લેનાર વ્યવસ્થા તંત્ર તથા અન્યો માટે તો તે લાખ્ખો/કરોડો રૂપિયા રળવાનું સર્વોત્તમ પ્લેટફોર્મ હતુ. કારણ કે તેના ફુટેલા પેપરની કિંમત ત્રીસ લાખ હતી. જ્યારે ન આવડતા પ્રશ્નોનાં જવાબો લખવાની કિંમત સાઠ લાખ હતી. વિ.વિ. હવે વિદ્યાર્થી/વાલીને મુંઝવતા પ્રશ્નો હાલ પરીક્ષા રદ થઈ નથી તો કોર્ટનો ચુકાદો આવતા પહેલા કાઉન્સેલિંગ થશે કે નહીં? જો કાઉન્સેલિંગ શરૂ થયુ ને કોર્ટનો ચુકાદો અલગ આવ્યો તો શું થશે? સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જો પરીક્ષા રદ થાય ને ફરીથી લેવાય તો તેમાં કોઈ ગોટાળો થશે નહીં તેવી ગેરન્ટી શિક્ષણ પ્રધાન આપશે ખરા?
વ્યારા. – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top