અમારા એક મિત્રને દુકાને હું બેઠો હતો ઘરે મેં જોયું તેની દુકાનની પાછળ એક ઘોડા ઉપર કેટલાક બધા પડીકાઓ હતા.એ કદાચ તમાકુના પડીકાઓ હોય ગુટકા ના પડીકા લટકી રહ્યા હતા. મેં હસીને મારા મિત્રને કહ્યું કે આવું બધું ઝેર શા માટે રાખો છો એણે કહ્યું ગ્રાહકો માંગે છે એટલે રાખું છું પણ ન રાખીએ તો? રોજનું કેટલું નુકસાન થાય? એણે કહ્યું ધંધો કરવા બેઠો છું. તો મેં એને કીધું કે તમે કોઈ ઝેર ખાતા નથી તો પછી ઝેર વેચો છો કેમ? થોડા દિવસ પહેલા ઉડતા પંજાબ ફિલ્મ જોયેલી. અને આમાં પંજાબમાં ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનની આમાં વાત છે. આજે ગુજરાતમાં આસુરી વિકૃતિ ધરાવતા માણસો ગમે તેમ કરીને ડ્રગને વેચવા મથે. જાત જાતના પેતરા કરી ડ્રગ્સ ગાંજો ચરસ ગુજરાતમાં ઘુસાડવા માંગે. પહેલા યુદ્ધો મેદાનમાં લડાતા હવે મેદાને મેદાની જંગ ની જરૂર નથી. દેશના યુવાધનને ખતમ કરવાનો આ ખતરનાક પેતરો કોઈ વિદેશી તાકાત જ આ બધું કરાવે એવું માનવાની પણ જરૂર નથી.
દેશમાં જ એને દેશભક્તિની જબરી વાતો કરનાર પણ આ ઝેરના વેપલામાં સામેલ છે. ગુજરાત સરકારે ખાસ કરીને એ આપણા ગૃહ મંત્રીએ એ પંજાબ જેવી સ્થિતિ ન થઈ જાય એ માટે કમર કસી છે .પણ કંઈક કોઈની નજર પણ છે. કદાચ એટલે જ દારૂથી લઈને ખુલ્લેઆમ સરસ ગાંજો ડ્રગ્સ મળે છે. પોલીસ કાર્યવાહી કરે છે. પણ નાની નાની માછલીઓ કરતા મોટા મગરમચ્છો એ પાછા તંત્રમાં બેઠેલા અને તંત્ર બહારના ને સકંજા મા લેવા જરૂરી છે જ્યાં સુધી હાથમાં નહીં આવે ત્યાં સુધી આ બધું કઈ અટકવાનું નથી. મિત્રએ કહ્યું કે ચરસના તોલે ગુટકા ન આવે એ બહુ નુકસાન ન કરે એવું લોકો કહે પણ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં જઈએ તો આપને ખબર પડે કે પ્રશ્ન નૈતિકતાનો છે જે માર્ગે કોઈનું ભલું થતું નથી એ માર્ગે સંપત્તિ કમાવવી જોઈએ કે નહીં તેનું મનોમંથન આપણે સર્વે એ કરવું જોઈએ.
સુરત – યોગેન્દ્ર વી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
