પીએમ નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જરૂર પડે ત્યાં બને તેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો. હવે દાદાની સરકારને ચોમાસામાં વરસાદના કારણે જ્યાં ખાડા પડ્યા છે, તેના સમારકામ માટે હવે વોટસએપનો ઉપયોગ શરૂ કરી દીધો છે. વોટસએપ પર જે વિસ્તારના ખાડાવાળા રોડના ફોટા મળ્યા છે, તેના સમારકામ માટે આગામી તા.1લી ઓકટોબરથી સમારકામ અભિયાન શરૂ કરાશે.
રાજ્યમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માર્ગોને ભારે નુકસાન થયું છે. ત્યારે તેનું સમારકામ હાથ ધરાશે. જો કે ખાડા પૂર્યા બાદ માર્ગોના રિ-કાર્પેટિંગની પ્રક્રિયા પણ હાથ ધરાશે. મંત્રી પૂર્ણેશ મોદીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠકોનો દોર યોજીને આ સમગ્ર ખાડા પૂરો અભિયાનમાં ત્વરીત પગલા ભરવા જણાવ્યું છે.
અમે 50 જેટલા આઈટી નિષ્ણાતોને કામે લગાડ્યા, જેથી રાજ્યભરના ખાડાવાળા રોડની વિગતો મળી રહી છે: પુર્ણેશ મોદી
રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમે 50 જેટલા આઈટી નિષ્ણાતોને કામે લગાડ્યા હતા જેના પગલે રાજ્યભરમાં અમને સતત ખાડાવાળા રોડની વિગતો મળી રહી છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.1લી ઓક્ટોબરથી આ સમારકામ અભિયાન શરૂ કરાશે