Vadodara

જો તું પિયરમાંથી પૈસા લીધા વિના આવીશ તો તને જીવતી સળગાવી દઇશ

વડોદરા : શહેરના મંાજલપુરમાં રહેતી પરણીતાને લગ્નના સાત મહિના બાદથી જ સાસરીપક્ષે દહેજ પેટે ત્રાસ આપવાનું શરૂ કરી દેતા કંટાળેલી પરણીતાએ મહિલા પોલીસમાં સાસરીપક્ષના 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહિ  સાસરીપક્ષે દહેજ પેટે રૂ. 10 લાખ માંગી પહેરેલ કપડે નાની દીકરી સાથે પરણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી અને હવે પૈસા લઈને આવીશ તો જ તેન ઘરમાં રાખીશ અને જો તું પૈસા લીધા વિના આવી તો જાનથી મારી નાખશુ અને જીવતી સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. પોલીસે દહેજ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના માંજલપુરમાં રહેતી પરણીતાએ ફરિયાદ નોંધવી હતી કે, વર્ષ 2016માં જયેશ વિઠ્ઠલભાઈ રોહિત સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે પરણીતાના પિતાએ રોકડ રૂપિયા, ઘરેણાં અને ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્નબાદ પરણીતા પતિ સાથે ઘર સંસાર મંડ્યો હતો. થોડા દિવસ બાદ સાસરિયાએ પોત પ્રકાશ્યું હતું અને તારા પિતાએ લગ્ન સમયે ઓચ્છુ દહેજ આપેલું છે તેમ જણાવી નાની નાની વાતમાં હેરાન કરવા લાગ્યા હતા અને વધુ દહેજ લાવવા માટે દબાણ કરતા હતા.

આ ઉપરાંત જો તું દહેજ નહિ લાવે તો તને ઘરમાંથી કાઢી મુક્શું તેવી સાસરીપક્ષ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારબાદ તા. 16 ઓગસ્ટ 2016ના રોજ પરણીતાનું શ્રીમંત હોવાથી તેણીના પિતાએ 1 લાખ રોકડ અને સોનાચાંદીના ઘરેણાં પરણીતાના પતિને આપ્યા હતા. ત્યારે પણ સાસરીપક્ષે તારા પતિએ લગ્નમાં તો ઓછું દહેજ આપ્યું હતું અને શ્રીમંતમાં પણ ઓછું દહેજ આપ્યું છે. જેથી હવે તેને મારીશું તો જ તોઉ વધુ દહેજ લઈને આવીશ તેમ જણાવી માર માર્યો હતો. ત્યારે વર્ષ 2018માં દારૂના નશામાં પરણીતાના પતિએ તારા પિતાએ લગ્નમાં અને શ્રીમંતમાં કઈ દહેજ આપ્યું નથી તેમ જણાવી ગળદાપાટુંનો મારમાર્યો હતો.

દરમિયાન પરણીતાને ત્યાં પુત્રીની ડિલિવરીના સમયે પણ તમામ ખર્ચ પરણીતાના પિતાએ આપ્યો હતો. આ ઉપરાંત પરણીતાએ દીકરીને જન્મ આપ્યો હોવાથી સાસરીપક્ષના એકદમથી ઉશ્કેરાય ગયા હતા અને અમને દીકરો જોઈતો હતો અને દીકરીને જન્મ આપ્યો છે. જેથી હવે તેનો ખર્ચ તું ભોગવજે તેમ જણાવી મારમાર્યો હતો. દરમિયાન વર્ષ 2021માં સાસરીપક્ષે દહેજ પેટે રૂ. 10 લાખ માંગી પહેરેલ કપડે નાની દીકરી સાથે પરણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી અને હવે પૈસા લઈને આવીશ તો જ તેન ઘરમાં રાખીશ અને જો તું પૈસા લીધા વિના આવી તો જાનથી મારી નાખશુ અને જીવતા સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. આખરે પરણીતાએ પતિ જયેશ, સસરા વિઠલ, સાસુ ધનીબેન, કાકા સસરા શાંતિલાલ, દિયર યતીન, નણંદ લતાબેન,  મામા સસરા નગીનભાઈ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top