Vadodara

વોટ લેવા આવશો તો માર ખાશો : રહીશો

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. પ્રાથમિક સુવિધા માં ઉભરાતી ગટરો, પીવાનુ ચોખું પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવા માટે બીલકુલ નિષ્ફળ છે ત્યારે આપણે વાત કરીએ તો શહેરના છેવાડે આવેલ દંતેશ્વર પાસે આવેલ બ્રિજ પાસે આવેલ કૃષ્ણાનગરમાં છેલ્લા કેટલાંક સમય થી પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે. આજ રોજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.

આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જો કોઈ વોટ લેવા આવશે તો માર ખાસે તેમ જણાવી વિરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતુ કે અમે છેલ્લાં ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થી અમે અહીંયા વસવાટ કરીએ છીએ અને અમે સમયસર પાલિકામાં વેરો પણ ભરીએ છીએ છતાં પણ પાલિકા દ્વારા એમને વેરાનું વળતર આપતા નથી એતો ઠીક છે એમને પ્રાથમિક સુવિધા પણ આપતા નથી. અમારા વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમય થી અવર જવર કરવા માટે રોડ રસ્તા નથી અમારે ખાડા ટેકરા ઉબડખાબડ રોડ પરથી પસાર થવુ પડે છે. એમને એક ટાઇમ પણ ચોખ્ખુ પાણી આપતા નથી. કાળુ ડામર જેવું પાણી આપવામાં આવે છે.

અમારા મકાન પણ અમને NA નથી કરી આપતા. અમારા વિસ્તારના લોકોએ વોર્ડ ઓફિસમાં જઈને કેટલીક વાર લેખિક અને મૌખક રજૂઆત કરી આવ્યા છે છતાં વિસ્તારમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા અપાતી નથી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે છે કે આ વર્ષે થઇ જશે તેમ કરી વાયદા જ બતાવે છે પછી પાંચ વર્ષ સુધી કોઈ અમને જોવા પણ નથી આવતું કે અમને કોઈ પૂછતું પણ નથી બસ ફકત વોટ લેવા પૂરતા આવે છે પછી કોઈ અહીંયા આવતું નથી. વધુમાં અમારા વિસ્તારમા લાઇટ નથી અને પાલિકા દ્વારા ખુલ્લી કાંસ આવેલી છે તેમાં કેટલીક વાર તો અમારા બાળકો અને અમે લોકો જાતે પણ કેટલીક વાર પડી જઈએ છીએ છતાં પાલિકા દ્વારા આ સમસ્યાનું પણ કોઈ નિકાલ આવતો નથી. વધુમાં વિસ્તારનાં રહિશો દ્વારા જણાવ્યું હતું કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી છે ત્યારે કોઈ પણ નેતા વોટ લેવા આવશે તેમને માર ખાવો પડશે અને અમે કોઇને પણ વોટ આપીશું નહિ.

Most Popular

To Top