Gujarat

અમદાવાદમાં હોટલમાં જમવા જવું હશે તો, વેક્સિન લીધેલી હોવી જોઈએ

કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે, ત્યારે અમદાવાદમાં હોટલમાં જમવા જવું હશે તો વેક્સિન લીધેલી હોવી જોઈએ. જો વેક્સિન લીધી નહીં હોય તો હોટલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અમદાવાદની ૩૦૦૦ જેટલી હોટેલ રેસ્ટોરન્ટ અને કાફે સહિત તમામ ફૂડ આઉટલેટ માટે નિયમ લાગુ કરાયો છે.

હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ મેળવતા પહેલા વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. જેનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે. હોટલ એસોસિએશનના આ નિર્ણયના પગલે લોકોમાં વેક્સિનેશન પ્રત્યે વિશેષ જાગૃતિ આવશે. ઉપરાંત જે કોઈ લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી તે લોકો પણ વેક્સિન લેવા માટે પ્રેરાશે.

રાજ્યમાં તમામ લોકોનું વેક્સિનેશન થાય અને કોરોનાથી સુરક્ષિત રહે તે માટે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં તાજેતરમાં જ એએમટીએસ, બીઆરટીએસ તથા મનપાની કચેરીઓ લાઇબ્રેરી, કાંકરિયા લેક, રિવરફ્રન્ટ વગેરે સ્થળોએ જવા માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે

Most Popular

To Top