આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે. પણ સત્ય છે.એક સાયકલ ચલાવનાર વ્યક્તિ દેશ માટે મોટી મુસીબત છે કારણકે તે કાર નથી ખરીદતો લોન નથી લેતો. કારનો વિમો નથી કરાવતો,પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો, એ કારની સર્વિસ નથી કરાવતો અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો. એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો,એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો એ મોટા પેટનો નથી થતો, એ બિમાર પડતો નથી. જી હા…એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી. એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો એ દવાઓ નથી ખરીદતો એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો. પ્રામાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક…સાયકલ ચાલક કે પછી કારચાલક. પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે.કેમકે…એ તો સાયકલ પણ નથી ખરીદતો.
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જેટ ફાઇટર પાયલોટ અભિનંદન
સૈનિકના કૌશલને સૌ પ્રથમ તો અભિનંદન. વર્તમાનમાં પશ્ચિમ એશિયાના યુદ્ધના F-35 જેટ ફાઇટરના પાયલોટના કૌશલ વિશે વાંચતાં વાંચતાં આપણા જેટ ફાઇટર (એ સમયના) સ્ક્વોર્ડન લીડર અભિનંદનની યાદ આવી ગઇ. પોતાનું જેટ ફાઇટર હીટ થયું છે તે જાણ્યા પછીથી લઈને ભારતની સરહદ પુનરાગમન વચ્ચેના સમય ગાળામાં એણે જે એક જ શબ્દ માનસિક સંતુલન જાળવી રાખ્યું એ ખરેખર ગજબનું હશે. જો કે બહુરત્ના વસુંધરા. આપણી સેના આવા વિરલાઓથી ભરપૂર છે. કેપ્ટન કાલીઆ, વાચક મિત્રો સ્વયં પોતે જ એના વિશે ગોતી કાઢજો. હજી તો 1971 ના એ યુદ્ધ કેદીઓની વાત બાકી છે. બસ તેઓને પ્રતિદિન નમસ્તે વંદન.
સુરત – ચેતન સુશીલ જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.