Vadodara

પાણી નહિ મળતા ‘જો બકા અમે છેતરાયા તમે ના છેતરાતા’ના બેનરો સાથે વિરોધ

વડોદરા: વડોદરા શહેર નજીક  આવેલા અણખોલ ગામે તક્ષ ડિવાઇન સહિતની આસપાસની સોસાયટીમાં રહીશોને છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા પ્રથમ જરૂરિયાત એવું પાણી નહીં મળતા લોકો રોષે ભરાય હતા.સોસાયટીના સ્થાનિક લોકોએ એકત્ર થઈ થઈ જો બકા અમે તો છેતરાયા છે તમે છેતરાતા નહીં તેવા પોસ્ટર સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર અને થાળી વેલણ વગાડી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા જીલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલ એલએન્ડટી નોલેજ સીટીની પાછળ આવેલ તમામ સોસાયટી ના રહીશો દ્વારા પાણી મામલે રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો.પાણીની સ્માસ્યા ને લઇ વાઘોડિયા વિધાનસભા ના ધરાસભ્ય મધુ શ્રીવાસ્તવ,ડભોઇ વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા,તથા રાજ્ય ના મંત્રી મનીષા બહેન વકીલ,અણખોલ ગ્રામ પંચાયત ના સરપંચ તરલિકા બહેન પટેલ,હનમાન પુરા ગ્રામ પંચાયતના સરપંચ નિયતિ બહેન પટેલ, વુડા એસોસિએશનના પ્રમુખ દિપક ભાઈ પટેલ,વુડા ના અધિકારી ને રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં સમસ્યા નિરાકરણ ન આવતા સ્થાનિકો એ રેલી કાઢી સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

સાથે સાથે પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહયા છે.તેવામાં તેજ વિસ્તારમાં થતા નવા બાંધકામ ને પાણી પૂરું પાડવામાં આવે છે.તેવા આક્ષેપ સાથે સ્થાનિકો એ તેઓ ની પાણીની સ્માસ્યા નું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી પાણી આવતું નથી અને લાગતા વળગતા તમામે હાથ ઊંચા કરી દીધા છે.બિલ્ડર કહે છે કે વુડા પાણી આપે,તો વુડા કહે છે કે બિલ્ડર પાણી આપે બંને એકબીજા પર ટોપલો ઢોળી રહ્યા છે. બંને એકબીજાના નામ સહિત જણાવી રહ્યા છે.પરંતુ છેલ્લા એક મહિનાથી પાણી આવવું જોઈએ જે આવતું નથી. જેના કારણે તમામ લોકો અહીં હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે.રોજના ટેન્કરો મંગાવીને પાણી લાવવાની ફરજ પડી છે.

50 થી વધુ ટેન્કરો લાવવા પડે છે. સમયસર મેન્ટેનન્સ આપવા હોવા છતાં પણ પાણી આવતું નથી.ગત તારીખ 21-12- 2021 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી.તેના બીજા દિવસથી પાણીના ધાંધિયા સર્જાયા છે. એવું તો શું થયું કે પાણી નથી આવતું તેવા સવાલો સ્થાનિક રહીશો કરી રહ્યા છે.સરપંચ ચૂંટણી જીતી ગયા તેમની ગરજ સરી ગઈ માટે પાણી આપવાનું હવે બંધ કરી દીધું હોવાના આક્ષેપો પણ સ્થાનિક રહીશોએ લગાવ્યા હતા.વુડા ઓફિસમાં છેલ્લા પંદર દિવસથી અરજી આપેલ છે.તેમ છતાં પણ બિલ્ડર જવાબદારી લેવા તૈયાર નથી.બિલ ભરવા સહિતના તમામ પ્રકારે અમે સાથ સહકાર આપી રહ્યા છે.તેમ છતાં પણ તમામે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે.માટે તંત્રના કારણે આ રજૂઆત અથડાય તે માટે આજે આ સોસાયટીના રહીશોએ ભેગા થઈ બેનરો પોસ્ટરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top