વર્તમાન સરકાર દ્વારા વારંવાર કોંગ્રેસ સરકારની ફકત ભૂલો જ જોવામાં આવે છે અને એક પરિવારનો પક્ષ છે એમ કહીને શબ્દોની માયાજાળથી, ડાયલોગબાજી અને પંચ લાઈન બોલીને લોકોને વર્તમાન સમયની વાસ્તવિક સમસ્યાઓથી દૂર કરી દેવામાં આવે છે. પ્રજા પણ મજા લેવામાં મસ્ત છે.દેશમાં ૭૦ વર્ષમાં જો કોંગ્રેસે કંઈ કર્યું જ ન હોત તો આજની સરકાર શું વેચીને પ્રાઈવેટાઈજેશન કરત?દેશમાં જે પણ સુવિધા કે નવીનીકરણ થયું હશે તે કોંગ્રેસના સમયમાં જ થયું હશે.પહેલી કાર, પહેલી મેટ્રો, પહેલી એઈમ્સ, પહેલી આઈઆઈએમ, પહેલો સેટેલાઈટ, અને આવી તો અનેક સુવિધા પહેલી વાર કોંગ્રેસના સમયમાં જ આવી હશે.બંધારણના જે પણ લાભ જેમને પણ આજે મળી રહ્યા છે શું તેમાં કોંગ્રેસનો કોઈ રોલ નહીં હોય? આ લેખ કોંગ્રેસની તરફદારી કરવા માટે નથી, પણ વર્તમાન સરકારની આંખો ઉઘાડવા માટે છે. સરકાર કોંગ્રેસના માથે દોષારોપણ કરવા કરતાં મોંધવારી, બેરોજગારી, ગરીબી, કુપોષણ અને વધતી જતી આર્થિક અસમાનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું.એકવીસમી સદીના કહેવાતા ભણેલાં લોકો પણ જાતિ,સમાજ અને ધર્મના નામે વોટ આપવા કરતાં સમજણથી વોટ આપી દેશના સાચા નાગરિક તરીકે સાચી દેશભક્તિ શીખે એ જ પ્રાર્થના.
સુરત કિશોર પટેલ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોંગ્રેસ ન હોત તો
By
Posted on