એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ માટે એક માણસને મનોવિજ્ઞાનીએ કહ્યું ,’મહિને તેને દસ હજાર રૂપિયા મળશે તારે હું કહું એમ કરવાનું.” માણસે કહ્યું, ‘ભલે મારે શું કામ કરવાનું રહેશે?” મનોવિજ્ઞાનનીએ કહ્યું, ‘આમ તો કંઈ જ કામ નથી કરવાનું, તારે એક ઓરડામાં રહેવાનું અટેચ બાથરૂમ સાથેનો ફર્સ્ટ ક્લાસ રૂમ હશે. એમા રહેવાનું બહાર નીકળવાનું નહીં બીજું કંઈ કામ કરવાનું નહીં અને મોબાઈલ કે ટીવી કે બુક્સ આ કશું પણ તારી પાસે હશે નહીં. માણસ તો મનમાં ખુશખુશાલ થઈ ગયો તેણે વિચાર્યુ કે વાહ આ તો સુંદર કામ છે. કંઈ જ કામ નહીં કરવાનું ને આરામ કરવાનો નર્યો આરામ કરવાના ૧૦,૦૦૦ રૂપિયા મળશે. મજા જ મજા અને આરામ જ આરામ… તેણે તરત જ હા પાડી દીધી. તે રૂમમાં રહેવા લાગ્યો, પહેલા બે દિવસ તો તેને બહુ મજા આવી એક અઠવાડિયું નીકળી ગયું તેણે મન ભરીને આરામ કરી લીધો. પરંતુ હવે તે આરામ કરી કરીને પણ કંટાળ્યો.
મનોવિજ્ઞાનની ને તેણે કહ્યું, ‘મને રૂમમાં બહુ કંટાળો આવે છે.તમે મને રજા આપો તો જરાક બહાર લટાર મારી આવું.” મનોવિજ્ઞાનએ કહ્યું,’ ના ભાઈ તને એક મહિનાના 10000 રૂપિયા તો જ મળશે જો તું આ રૂમમાં જ રહીશ.” પેલા માણસે બીજા બે ત્રણ ચાર દિવસ પણ જેમ તેમ પસાર કર્યા. હવે તેની ભૂખ મરી ગઈ. શરીર આરામ કરી કરીને થાક્યું. માથું દુખવા લાગ્યું,શરીર નબળું પડતું ગયું અંતે કંટાળીને તે બોલ્યો મારાથી હવે સહન નથી થતું. મને આ રૂમની બહાર નીકળવા દો. મારે નથી જોઈતા 10000 રૂપિયા … મનોવિજ્ઞાનની એ કહ્યું,’એક મહિનો પૂરો કર આરામ કર અને 10,000 રૂપિયા લઈને પછી જા.”
માણસ બીજા બે ત્રણ દિવસ રહ્યો પણ એટલો કંટાળ્યો કે તે રાત્રે રૂમ છોડીને ભાગી ગયો. ન ગમ્યો આરામ ,ન ગમ્યા ભાવતા ભોજન અને આરામ અને આરામથી જ તે કંટાળી ગયો. શું કામ તેને આ કામ વગરનું જીવન ન ગમ્યું? કારણ છે કે માણસ કામ વિના પ્રવૃત્તિ વિના જીવી શકતો નથી. આપણા હાથ પગને ચાલવા જોઈએ આપણા મનને કામ જોઈએ શારીરિક અને માનસિક કામ જોઈએ નહીં તો ‘લો ઓફ ડિસ યુસ” એટલે કે ‘ન વપરાય તે પણ ક્ષણ થાય”ના નિયમ પ્રમાણે શરીર મન મગજની વિચારશક્તિ ક્ષીણ થઈ જાય. મન મગજને વ્યસ્ત રાખવું, શરીરને કામમાં વ્યસ્ત રાખો તો જીવન મસ્ત જીવી શકશો .
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.