ઓપરેશન ‘સિંદૂર’ ના નામે પાકિસ્તાન અને પી.ઓ.કે. પર હુમલો કરવામાં આવ્યો. આ બદલો લેવો અનિવાર્ય જ હતો કારણ કે, ન લે તો મોદી સરકારની શાખ, પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દી દાવ પર લાગેલા હતા. ઘટનાના 15 દિવસ પછી જે રીતે એર સ્ટ્રાઈક કરવામાં આવી એ તો ઘટના બન્યા પછી ત્વરિત જ એર સ્ટ્રાઈક કરવા માટે આપણું લશ્કર હંમેશા સક્ષમ અને એલર્ટ મોડ પર જ રહેતું હોય છે. તો સવાલ એ પણ ઉભો થાય કે દુશ્મનને પણ આટલા દિવસોમાં પોતાનો બચાવ કરવા માટે અને હુમલાથી ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા કરવા માટે અનુકૂળતા મળી ગઈ? હુમલો થશે જ!
એવી તો આતંકવાદીઓને પણ ખબર હતી તો શું તેઓ સલામત જગ્યાએ નહીં ખસી ગયાં હોય? એર સ્ટ્રાઈક કરીને સરકારે બદલો લીધો એ સારી વાત છે પણ ખરેખર તો હત્યાકાંડ કરનારા આતંકવાદીઓને પકડીને પહેલગામમાં તે જ જગ્યા પર જાહેરમાં સમગ્ર દુનિયા જોઈ શકે એવી રીતે ‘ઠાર’ કરવામાં આવે એને જ સંપૂર્ણ રીતે બદલો લીધો એવું કહી શકાય. ખરેખર તો મસૂદ અઝહર માર્યો ગયો હોતે તો વધુ સારું થતે કારણ કે, મસૂદ અઝહર જીવતો ‘જોખમ’ પુરવાર થાય એમ છે. દેશ હિતમાં બદલો લેવો એ સરહનીય છે પણ એ બદલાને વોટમાં કન્વર્ટ કરવાની નાપાક કોશિશ કરવી એ નિંદનીય છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.