ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધપક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે. પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનું મૃત્યુ પૂનમના દિવસે થયું હોય. આમ તો જ્ઞાત, અજ્ઞાત બધાનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાસે કરવામાં આવે છે. કાગડો, કૂતરો અને ગાયને યમનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને વૈતરણી પાર કરનારી કહેવાય છે. કાગડાને ભવિષ્યવક્તા અને કૂતરાને દુષ્ટતાની નિશાની માનવામાં આવે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન પણ આપવામાં આવે છે. આપણા પૂર્વજો મૃત્યુ પછી કયા જીવનમાં ગયા તે આપણે જાણતા નથી, તેથી ગાય, કૂતરા અને કાગડાઓને પ્રતીકાત્મક રીતે ખોરાક આપવામાં આવે છે. શ્રાદ્ધ કેવી રીતે કરવું સૌપ્રથમ યમના પ્રતીક ગણાતા કાગડા, કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો (તેમાં તમામ ભોજનની કેટલીક વસ્તુઓને મૂકો) પછી એક વાસણમાં દૂધ, પાણી, તલ અને ફૂલ લો. કુશ અને કાળા તલ સાથે ત્રણ વખત તર્પણ ચઢાવો.
તમે જે ઈચ્છો તે પ્રમાણે વસ્ત્ર વગેરે પિતૃઓના નિમિત્તે કાઢી રાખીને દાન કરો. આ સિવાય પિતૃપક્ષમાં રોજ પીપળના ઝાડ નીચે દીવો કરવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર દેવી-દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. જો પિતૃપક્ષ દરમિયાન તમે પીપળના ઝાડને પાણી આપો અને દરરોજ ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે. આ ઉપરાંત આ ઉપાય પિતૃ દોષથી પણ રાહત આપે છે.
પણ અન્ય દિવસોમાં આ ભૂલ ન કરવી પિતૃપક્ષ દરમિયાન દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી, કારણ કે આ યમની દિશા છે. આવું કરવાથી પરિવારને પરેશાની થઈ શકે છે. પરંતુ અત્રે મહત્વનું એ છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સ્ટ્રીટ ડોગ માટે કેટલાક નિયમો બહાર પાડ્યા છે. જો તેનો અમલ કરવામાં આવે તો આગામી દિવસમાં પિતૃવાસ નાંખવા માટે કૂતરાઓ નહીં મળે તે નક્કી જ છે. હિન્દુ ધર્મમાં પિતૃ તર્પણને ખૂબ જ મહત્વમાં આવે છે. દરેક હિન્દુ પિતૃ પક્ષ નારાજ નહીં થાય તે માટે કોઇને કોઇ વિધી કરે છે. પિંડદાન કરે છે પરંતુ હવે જ્યારે શ્વાન માટે કેટલાક પ્રતિબંધ લાગ્યા છે તો ભારતના હિન્દુઓ કૂતરાને વાસ નાંખવા માટે ક્યાં જશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.
શ્રાદ્ધમાં કાઢવામાં આવતા પાંચ અંશોમાંથી એક અંશ ગાયનો હોય છે. એટલા માટે ગાયના અંશ નિકાળવાની સાથે તેને ઘાસચારો ખવડાવવો અને સેવા કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. ગાય પૃથ્વી તત્વનું પ્રતિક માનવમાં આવે છે. પાંચ અંશોમાં એક અંશ કૂતરાં માટે હોય છે. કૂતરાંને જલનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે પૂજા બાદ એક પાંદડા પર શ્રાદ્ધના દિવસે બનાવેલ અલગથી કાઢીને કૂતરાને ખવડાવવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી પિતૃ ખુશ થાય છે. શ્રાદ્ધના દિવસે ત્રીજો અંશ કાગડા માટે બહાર કાઢવામાં આવે છે. કાગડાને વાયુ તત્વનો પ્રતિક માનવામાં આવે છે. કાગડાનો અંશ ધાબા પર કોઈ ખૂણામાં રાખવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે ચોથો અંશ કીડીનો હોય છે. આ દિવસે કીડીઓને ભોજન કરાવવું જરુરી હોય છે. કીડી અગ્નિ તત્વનું પ્રતિક માનવામાં આવે છે.
આ માધ્યમથી પિતૃ ભોજનથી તૃપ્ત થાય છે અને આશિર્વાદ આપે છે. પિતૃપક્ષમાં મહિલા અને પુરુષો બન્નેને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસોમાં પિતૃ ઘરમાં શુક્ષ્મ રુપમાં રહે છે. આ દિવસો પિતાના આશિર્વાદ લેવાનો અને તેમને યાદ કરવાનો સમય છે, આ દિવસોમાં સંયમ રાખવો જરુરી છે. પિતૃપક્ષમાં પુરુષોએ દાઢી-મૂછ ના કપાવવા જોઈએ. સાથે જ શ્રાદ્ધના પિંડોને ગાય કે બ્રાહ્મણને આપવા જોઈએ. આ દિવસોમાં લોખંડના વાસણનો ઉપયોગ ના કરો. શક્ય હોય તો બ્રાહ્મણોને પતરાળા પર ભોજન કરાવો અને પોતે પણ આ રીતે ભોજન લો. શાસ્ત્રોમાં શ્રાદ્ધપક્ષ માટે આ રીતે ભોજન કરવું ઉત્તમ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દ્વારા અતિથિ અથવા ભિખારી ભોજન અને પાણી આપ્યા વગર ના જવા દો. માનવામાં આવે છે કે, પિતૃ કોઈ પણ રુપમાં તમારા દ્વાર પર આવી શકે છે અને શ્રાદ્ધ માગી શકે છે માટે ક્યારેય પણ કોઈનો અનાદર ના કરવો.