Charchapatra

કામ સરખુ તો વેતન પણ સરખુજ હોવું જોઈએ !

ધો.10 -12 ની SSC -HSCની પરીક્ષા પતી હવે પેપર ચણસણીનું કામ ચાલુ થશે જેમાં જે તે સેન્ટરો ઉપર ૫રીક્ષણનું કાર્ય – ખાનગી – સરકારી – અર્ધસરકારી શાળાના શિક્ષકો કાર્ય કરે છે, પરંતુ ગ્રેડપે મુજબ વેતન ચુકવાય છે. સરકારી શિક્ષકને વેતન વધુ મળે છે. ધો. 10th-12th બોર્ડ પરીક્ષા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર ચકાસણી માટે જનાર પ્રાઇવેટ શિક્ષકોને સરકારી ધારાધોરણ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવતુ નથી .પેપર ચકાસણીની કામગીરી તો બધાએ સરખી જ કરવાની હોય છે. છતાં વર્ષો થી આવો અન્યાય નો ભેદ જેવા મળે છે. શોષણ ના ક્ષેત્રો વધતાજ જાય છે. ખાનગી શિક્ષક પણ બાકાત નથી .!કામગીરી સમાન તો મહેનતાણું સરખું કેમ નહિ!? કોણે વિચારવાનુ આ બધુ?
સુરત – મુકેશ બી.મહેતા – બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હવે સંબંધોની પ્રયોગશાળા ઊભી કરીએ
આ વિશ્વના વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારની પ્રયોગશાળાઓ શોધી છે અને શોધાઈ રહી છે.વર્ષોનાં વર્ષો વીતી ગયાં અને વીતી જશે, પરંતુ આ વિશ્વમાં સંબંધોની પ્રયોગશાળાનું નિર્માણ થયું હોય એવું આજ સુધી સાંભળવામાં કે જોવામાં આવ્યું નથી.મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક તારણો શોધાયાં પણ સંબંધોના મનોવૈજ્ઞાનિક તારણો કે કારણો શોધાયાં નથી. જો આ સંબંધોની પ્રયોગશાળા શોધાય તો સંબંધો કેટલા સાચા,સ્વાર્થી, તકલાદી,નકલી અને ગરજવાન છે તે બહાર આવી શકે. સંબંધમાં ખૂબી જોવા માટે યકીનનું અને વિશ્વાસનું દ્રાવણ હોવું ખૂબ જરૂરી છે અને ખામી માટે તો ફક્ત એક જ દ્રાવણ અને તે પણ દોષદૃષ્ટિનું જ કાફી છે.
સેગવા   – સલીમ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top