વડોદરા: એમ એસ યુનિવર્સીટીની લો ફેકલ્ટીના વિધાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી સંગઠન દ્વારા યુનિ.ના સત્તાધીશોને આવેદનપત્ર આપીને તેને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે રજુઆત કરવામાં આવી હતી. જો વિધાર્થીઓની સમસ્યા નહિ ઉકેલાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. અખિલ ભારતીય વિધાર્થી પરિષદની સ્થાપના 1949માં શિક્ષા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાના ગુણો વિકસાવવા માટે કરવામાં આવી હતી.ઉપરાંત રાષ્ટ્રની ભાવના સાથે જોડનાર ગુણવત્તાયુક્ત અને સંસ્કારયુક્ત શિક્ષણ માટે સંઘર્ષ કરતું છાત્ર સંગઠન છે. જે વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ માટે કાર્ય કરી રહ્યું છે.
એમ.એસ. યુની.ની બી.એ એલએલ.બી ના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી ના ત્રીજા સેમમાં પાસીંગ માર્ક્સ કરતા સારા માર્ક્સ હોવા છતાં પણ રીઝલ્ટમાં નાપાસ બતાવવામાં આવ્યું છે અને ચોથા સેમેસ્ટરનુ રીઝલ્ટ પણ ઘણા વિદ્યાર્થીઓ ને હજી સુધી મળ્યું નથી. જેથી વિદ્યાર્થીઓ પાંચમા સેમની ફી પણ ભરી શકતા નથી અને પાંચમાં સેમેસ્ટારની પરીક્ષા પણ આપી શકતા નથી. યુનિ.એ ફી ભરવાની છેલ્લી તારીખ 30મી ઓક્ટોબર આપી છે. ઉપરાંત એટીકેટી વાળા વિધાર્થીઓની ડબલ ફી ભરાઈ છે તેમ્બે તેમની ફી પરત મળે તે માટે ડેપ્યુટી રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો વિધાર્થીઓના હિતમા જલ્દી નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.