Feature Stories

આ વર્ષે ફટાકડામાં મોર કરશે કળા તો ડક બનશે કોઠી, હેલિકોપ્ટર કરશે આતશબાજી

દિવાળીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ દિવસો બાકી છે. એવામાં ફટાકડાનું બજાર ઊંચકાયું છે. વરસાદ, મજૂરોની અછત અને મોંઘુ બનેલું ટ્રાન્સ્પોર્ટશનને કારણે આ વખતે ફટાકડાના ભાવ આસમાને પહોંચ્યા છે. આ બધી રાવ વચ્ચે જ આ વખતે ફટાકડાના માર્કેટમાં ફેન્સી ફટાકડાની અછત જોવા મળી રહી છે. જોકે, નવી આતશબાજીમાં કાંઈક નવું શોધી રહેલાં લોકો સાવ નિરાશ નહીં થાય આ વખતે તમને દિવાળીના દિવસે ફટાકડામાં મોર કળા કરતો દેખાશે તો તનકતારા ઘુમર નૃત્ય કરતું દેખાશે, ફટાકડો હેલિકોપ્ટર બનીને આકાશમાં ઉડતું દેખાશે તો બતક કોઠી બનીને સ્પાર્કલ કરશે. નાના બાળકોમાં ચૂટપુટ આકર્ષણ ઝમાવશે. આ વખતે સુરતીઓમાં કયા ફેન્સી ફટાકડા આકર્ષણ જમાવી રહ્યા છે તેના વિશે જાણીએ.

અશરફી પીકોક
આ એક પ્રકારની કોઠી જ છે પણ તેમાં જેમ મોર પાંખો ફેલાવીને કળા કરે છે તેમ આ ફટાકડો પણ કળા કરતો દેખાશે મતલબ કે તેમાંથી નીકળતા સ્પાર્કલ મોરની ફેલાયેલી પાંખની જેવા આકારમાં સળગાવતા જ આવી જશે. તે અશરફી ગોલ્ડન કલર, ચેન્જીંગ કલર, સિલ્વર સ્ટાર કલર અને રેડ સ્ટાર કલરમાં મળે છે. તે રાઉન્ડ શેપમાં હોય છે.


હેલિકોપ્ટરની જેમ આકાશમાં ઉડતો ફટાકડો
આ હેલિકોપ્ટરના આકારની આતશબાજી છે. તે કદમાં આંગળી જેટલોજ હોય છે. તેને જમીન પર રાખીને સળગાવાય છે. તે આકાશમાં હેલિકોપ્ટરની જેમ ઉડે છે તે મલ્ટી કલરમાં પણ મળે છે.

કિટકેટ (ચિટપુટ)
આ ફટાકડામાં સ્પાર્કલ પણ થાય છે અને તે તડતડ અવાજ સાથે ફૂટે છે. એક બોક્સમાં 10 જેટલાં કિટકેટ ફટાકડા હોય છે. જોકે આ ફટાકડાનો બહુ મોટો અવાજ નથી થતો. તે તડતડ અવાજ સાથે રંગીન રોશની સાથે ફૂટે છે.

લોલીપોપ
આ લોલીપોપ ખાવા માટેના નથી પણ તે એક પ્રકારનું ફાયરક્રેરર્સ છે તે લોલીપોપ આકારના જ હોય છે અને તેની દાંડીને ચિપકાવી દેવાય છે કારણકે તે ક્યારેક ઉડી જાય છે. તેની વાટ ઉપરની સાઈડ હોય છે તેને સળગાવતા જ તેમાંથી તડ-તડ અવાજની સાથે સ્પાર્કલ થાય છે. એક બોક્સમાં 5થી 8 લોલીપોપ આવે છે.

ગોલ્ડન ડક
આ ફટાકડાની બનાવટ બતકના આકાર જેવી છે. તે પણ એક પ્રકારની કોઠી જ છે. તેને સળગાવતા ગોલ્ડન કલરના સ્પાર્કલ થાય છે. તેનું રેપર ગોલ્ડન કલરનું હોય છે તે લગભગ 30થી 40 સેકન્ડ સુધી સળગે છે અને સપાર્કલ 4થી 5 ફૂટ ઊંચે સુધી થાય છે. તે 30-40 સેંકડથી પણ વધારે સમય સુધી સપાર્કલ વેરે છે.


ફેન્સી ફટાકડાની ડીમાન્ડ વધી છે: શીતલ પટેલ
ફટાકડાના વેપારી શીતલભાઈ પટેલે જણાવ્યું કે કોરોના કાળમાં લોકો ફટાકડાથી દૂર રહ્યા હતાં જોકે આ વખતે ફટાકડાની ધૂમ ખરીદારી થઈ રહી છે. લોકો ઇકોફ્રેન્ડલી ફેન્સી ફટાકડાની ખરીદારી તરફ વળ્યા છે. આ વખતે અસરફી પીકોક, આ ઉપરાંત ઇકો ફ્રેન્ડલી પોપકોર્ન કોઠી તેને સળગાવવા પર રંગબેરંગી ચમકતા પોપકોર્ન નીકળે છે તે તથા કલરફુલ ભમરડો, કલર ચેજીંગ બટરફલાય જે રંગબેરંગી ચાર કલર વેરે છે આ ઉપરાંત બાળકો માટે રીંગકેક ગન છે આની ખાસિયત એ છે કે તે એક સાથે 6 રાઉન્ડ સુધી ફાયર કરી શકે છે. તેમાં વિશેષ પ્રકારની ટીકડી લગાડેલી હોય છે. લોકો દેશી ફટાકડા તરફ વળ્યા છે બાળકોથી લઈને બધા જ વર્ગની વ્યક્તિઓ માટે વિશેષ ઇકોફ્રેન્ડલી ફટાકડા બજારમાં આવ્યા છે તેમાં કેટલાય એવા ફટાકડા છે જે ધુમાડો નથી કરતા અને અવાજ પણ ઓછો હોય છે.

Most Popular

To Top