Charchapatra

માલેતુજાર કંપનીઓ ધારે તો…

ભારત દેશમાં પણ એવી દરેક રાજયમાં ઘણી માલેતુજાર કંપનીઓ છે જે વર્ષે અઢળક નફો કરે છે. આ કંપનીના માલિકો ધારે તો વર્ષની કમાણીના નફામાંથી ઘણા ગામડાઓનો ઉધ્ધાર કરી શકે. 18.12.23ના ઘણાં સમાચારપત્રોમાં દાખલારૂપે દક્ષિણ ભારતના કેરળ રાજયની એક કાઇટેકસ નામની કંપનીએ જે કામ કર્યું છે તે નમૂનારૂપ છે. કાઇટેકસ કંપનીએ ચાર ગામોમાટે ગરીબોને આવાસ અને ઘરગથ્થુ વસ્તુઓ બજારભાવ કરતા અડધી કિંમતે આપવા માટે પોતાના વાર્ષિક નફાની રકમમાંથી ફાળવણી કરી છે. ચાર ગ્રામ પંચાયતોને હાથ પર લઇ ત્યાં ઉપર પ્રમાણે મફત આવાસો બનાવી આપ્યા છે તથા દરરોજ ઘરગથ્થુ વપરાતી વસ્તુઓને બજાર કરતા અડધા ભાવે આપવા દુકાનો ખોલાવી છે. ધીમે ધીમે ત્યાં બીજી કંપનીઓ પણ તૈયારી કરવા માંડી છે.

જો આ દાખલાથી ભારત દેશના રાજયોની માલેતુજાર કંપનીઓ પોતાના નફામાંથી થોડો હિસ્સો કાઢી આ રીતે ગામડાઓની ગરીબ પ્રજા માટે આવાસ બનાવાનું તથા ઘરગથ્થુ વસ્તુઓને અડધા ભાવે આપવા માટે દુકાનો ખોલવાનું શરૂ કરે તો સોનામાં સુગંધ મળ્યા જેવું કામ થાય. ભારત સરકારને પણ રાહત થાય. સરકાર બધે ગામડાઓ સુધી પહોંચી ન શકે. તો આવી માલેતુજાર કંપની સરકારને મદદરૂપ થાય તો ઘણી મદદ થાય એમ છે. મેરા ભારત મહાન કહેવામાં મદદરૂપ બની શકે. માટે દેશની માલેતુજાર કંપનીઓને વિનંતી કરવામાં આવે છે કે પોતે સરકારને ઉપરની રીતે મદદ કરે.
સુરત              – ડો. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વ્યાજખોરોનો અસહનીય ત્રાસ
તાજેતરમાં જ સરથાણાના એક યુવાન બેન્ક કર્મચારીએ વ્યાજખોરોના અતિશય માનસીક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી અને સ્યુસાઇડનોટમાં વ્યાજખોરો દ્વારા થતા માનસીક ત્રાસ અને મારીન ાખવાની ધમકીનો ઉલ્લેખ કર્યો હતો.આ રાજયના શહેરોમા બનતી પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ પાછલા વર્ષોનો અભ્યાસ કરતા જણાશે કે અનેક સહકુટુંબના સભ્યોએ અને વ્યકિતઓએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે અને કરી રહ્યા છે એવી અનેક ઘટનાઓ બની છે અને બની રહી છે. આ ઘટનાઓને રાજય સરકાર ગંભીરતા લઇને આ વ્યાજખોરોના ત્રાસથી જનતાને કાયમી મુકતી મળે એ માટે જરૂરી કડક કાયદાઓ બનાવે અને તેનો સખ્તપણે અમલ થાય એનું જવાબદારી પૂર્વક ધ્યાન રાખે. જેથી રાજયની સામાન્ય જનતાને સરકાર અને કાયદા કાનૂન પરનો વિશ્વાસ જળવાઇ રહે.
સુરત              – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top