તાજેતરના વરસાદથી સુરતના અનેક વિસ્તારો મુસીબતોમાં ફસાયા. ખાડીપૂરના કારણે પાંચેક લાખ લોકોને અસર થઇ પણ મહાનગરપાલિકા નિર્ભર છે. દરેક ચોમાસે આ જ હાલ થાય છે તો સમજાતું નથી કે તેઓ ચોમાસા સિવાયના મહિનાઓમાં કઇ યોજના પર કામ કરે છે. તેમણે ઉદ્યોગગૃહો કામદારો જોઈએ છે તો તેમને વરસાદમાં કેમ ઇશ્વરના ભરોસે છોડી દેવામાં આવે છે? સવાલ એ પણ થાય કે સુરતના સાંસદ, વિધાનસભ્યો અને કોર્પોરેટરો આ મુસીબતમાં કેમ દેખાતાં નથી? ભ્રષ્ટાચારમાં ભાગબટાઈ કરતાં આ નેતાઓ અને મહાનગરપાલિકા તંત્ર નપાવટ થઇ ગયાં છે? શહેરનાં નાગરિકો કેમ આંદોલન નથી છેડતાં? ચોમાસું ઉતરશે એટલે ગણેશ ચતુર્થી, નવરાત્રી ઉજવવામાં લોકો લાગી જશે. જો પોતાના જ અધિકાર માટે જાગૃત ન હોય તે નાગરિકોને સજા મળે તો તેમાં ખોટું શું?
સુરત – ભગીરથ ટોપીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
જ્યાં મોટો સમૂહ મળવાનો હોય ત્યાં ચુસ્ત આયોજન કરો
જ્યાં માનવટોળાં ભેગાં કરવામાં આવે છે તેવા આયોજકોની માલ મિલકત પૈસા ટકા કાનૂની તટ પટ જપ્ત કરી ભોગ બનેલા. નિર્દોષ લોકોને વ્હેંચી હૈયાધરપત આપો. ઢોંગી બાબાઓ, મહંતો, ધાર્મિક માળાઓ, કુંભમેળા, મુસ્લિમોના ઉર્સ વિગેરે જ્યાં માનવમેદની એકઠી થાય છે તેને સુવ્યવસ્થિત પ્લાન કરી અકસ્માત વેળા એવું આયોજન કરવું જોઈએ કે ભક્તો સરળતાથી નીકળી શકે. ક્યારેક સરકારી કોન્ટ્રાક્ટરો અને ટેન્ડરો પાસ કરનારના મિલી ભગતથી સરકારી ઈમારત ધરાશાયી થાય છે તેનો કોઈ ઈલાજ ખરો?
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે