વડોદરા: સુરત બાદ હવે વડોદરામાં ગણેશોત્સવ અને નવરાત્રિ ઉત્સવ નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા.સરકાર દ્વારા એસઓપી જલદીમાં જલદી બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં બેનરો લગાડવામાં આવ્યા આશીર્વાદ લેવા વાળા ને યાત્રા નીકળી શકતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશની કેમ નહીં. શહેરના તરસાલી વિસ્તારમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ અને નવરાત્રી નહીં તો વોટ નહીં બેનર લગાવવામાં આવ્યા. વડોદરા સૌથી મોટો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરાની જેની ઓળખ વિશ્વમાં થઈ છે એવો નવરાત્રી તહેવાર ને લઈને બેનર લગાવવામાં આવ્યા.
ગણેશ ઉત્સવ અને નવરાત્રી નહીં તો વોટ નહીં.સુરત બાદ વડોદરામાં બેનર લગાવવામાં આવ્યા આશીર્વાદ લેવા વાળા ને યાત્રા નીકળી શકતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશ ને કેમ નહીં તેવા બેનરો વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. સામાન્ય પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોવાનો અનુભવ કરાવતો આ પહેલો પ્રસંગ નથી અગાઉ રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચૂંટણી હતી ત્યારે પણ તંત્ર દ્વારા એક તરફી નિયમોનું પાલન કરવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
અગાઉ એક તરફ લોકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું અને જો તમે નહીં કરો તો એક હજાર સુધીની દંડ ની કાર્યવાહી કરવાની કડકાઇ દાખવવામાં આવી હતી .રાજકીય અને જાહેર સભા અથવા તો રેલીઓમાં થતી ભીડને મામલે તંત્ર મૌન રહે છે. ત્યારે કોઈ પ્રકારના બોર્ડ પોસ્ટર મારીને વિરોધ કરવામાં આવ્યો ન હતો. જ્યારે આગામી તહેવારો આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી જેના કારણે ગણેશ મંડળો અને નવરાત્રિના આયોજકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે ત્યારે વિસ્તારમાં પોસ્ટરો બેનર લાગતા રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો છે.