વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને તેની હિમશીખરો પર અસરની આ સ્થળે અગાઉ પણ ચર્ચા થઇ ચુકી છે. આ વખતે ફરી ચર્ચા કરવાનું નિમિત્ત યુએન ગ્લેશિયર કોન્ફરન્સ છે જે તાજીકીસ્તાનના દુશાંબે શહેરમાં યોજાઇ. આ કોન્ફરન્સના ટાણે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં જણાવાયુ઼ છે કે હિન્દુકુશની હિમાલય પર્વતમાળા, જેના હિમશીખરો બે અબજ લોકોને ઉપયોગી એવી નદીઓને પાણી પુરુ પાડે છે તે જો વૈશ્વિક તાપમાન બે ડીગ્રી સેલ્સિયસના દરે વધે તો આ સદીના અંત સુધીમાં તેનો ૭પ ટકા જેટલો બરફ ગુમાવી શકે છે.
જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલો અભ્યાસ જણાવે છે જો વિશ્વના દેશો પૃથ્વીનું તાપમાન ઔદ્યોગિકરણ પહેલાના સ્તરની ઉપર ૧.પ ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખી શકે તો હિમાયલ અને કૌકસસ પર્વતમાળાઓના ૪૦થી ૪૫ ટકા ગ્લેશિયરો બચાવી શકાય. આની સરખામણીમાં, જો પૃથ્વી આ સદીના અંત સુધીમાં ૨.૭ ડીગ્રી સેલ્સિયસ જેટલી ગરમ થાય તો ફક્ત પા ભાગનો હિમશીખર બરફ જ બચી શકશે એમ આ અભ્યાસ જણાવે છે. અને જો આજની હવામાન નીતિઓ જ ચાલુ રહે તો વિશ્વ આ માર્ગે જ આગળ વધી રહ્યું છે. માનવ સમુદાયો માટે સૌથી મહત્વપૂર્ણ હિમશીખર વિસ્તારો, જેમ કે યુરોપિયન આલ્પ્સ, પશ્ચિમ અમેરિકા અને કેનેડાના રોકીઝ અને આઇસલેન્ડ, ખાસ કરીને ભારે અસરગ્રસ્ત થશે, એમ તેણે જણાવ્યું હતું. આ પ્રદેશો 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લગભગ તમામ બરફ ગુમાવી શકે છે, જેમાં 2020 ના તેમના સ્તરનો માત્ર 10-15 ટકા બાકી રહેશે.
અભ્યાસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે 2015ના પેરિસ કરાર દ્વારા નિર્ધારિત લક્ષ્ય, 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન મર્યાદિત રાખવાથી, બધા પ્રદેશોમાં કેટલાક હિમશીખરો સાચવવામાં મદદ મળશે. તેણે આગાહી કરી હતી કે જો આ લક્ષ્ય પૂર્ણ થાય છે, તો વર્તમાન ગ્લેશિયર બરફનો 54 ટકા વૈશ્વિક સ્તરે અને ચાર સૌથી સંવેદનશીલ પ્રદેશોમાં 20-30 ટકા રહેશે. પેરિસ કરારમાં યોગ્ય રીતે જ તાપમાનને આ લક્ષ્ય સુધી નિયંત્રિત રાખવાનું નક્ક્ષ્કી થયું હતું પણ અફસોસ કે તેનો અમલ બરાબર થઇ રહ્યો નથી.
ગત શુક્રવારથી તાજિકિસ્તાનના દુશાંબેમાં શરૂ થયેલ પ્રથમ યુએન ગ્લેશિયર કોન્ફરન્સ માટે વિશ્વના નેતાઓ ગ્લેશિયર્સ પરના પ્રથમ સંમેલન માટે ભેગા થયા હતા, ત્યારે ગ્લેશિયર્સના પીગળવા અને તેની અસર તરફ વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરતા આ તારણો આવ્યા છે. આ સંમેલનમાં ૫૦ થી વધુ દેશોએ ભાગ લીધો હતો., જેમાં ૩૦ દેશોના પ્રતિનિધિઓ મંત્રી સ્તર કે તેથી વધુ સ્તરના હતા. આ બાબત ગ્લેશિયરોના પીગળવાની ઘટનાને અપાતું મહત્વ સૂચવે છે પણ ઠરાવો થયા પછી તેનો યોગ્ય અમલ થતો નથી તે દુ:ખદ છે.
દુશાન્બેમાં બોલતા, એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપપ્રમુખ યિંગમિંગ યાંગે જણાવ્યું હતું કે, હિમશીખરોનું પીગળવું એશિયાના ૨ અબજથી વધુ લોકોના જીવનને અભૂતપૂર્વ સ્તરે જોખમમાં મૂકે છે. વ્રિજ યુનિવર્સિટી બ્રસેલના સહ-મુખ્ય લેખક ડૉ. હેરી ઝેકોલ્લારી કહે છે. આજે આપણે જે પસંદગીઓ કરીએ છીએ તે સદીઓ સુધી પડઘો પાડશે, જે નક્કી કરશે કે આપણા હિમશિખરોનો કેટલો ભાગ સાચવી શકાય છે. વાત બિલકુલ સાચી છે. આજે જો આપણે યોગ્ય પગલાઓ નહીં ભરીશું તો આવનારી પેઢીઓને ઘણુ સહન કરવું પડશે.