એક જ ઘરમાં બે ભાઈઓ સાથે બે બહેનોના લગ્ન કરવાનો રીવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એક મોટા કુટુંબમાં બે બહેનોના લગ્ન થયા મોટી બહેન મોનાલી અને મહેશના લગ્ન થયા અને દિયર રોમેશને ભાભીની નાની બહેન રીનલ ગમી જતા બે વર્ષ બાદ તેમના પણ લગ્ન થયા.એક મોટા સયુંકત કુટુંબમાં બે બહેનો દેરાણી અને જેઠાણીના નવા સબંધમાં જોડાયને સાથે રહેવા લાગી. પ્રેમથી વર્ષો વિતતા હતા.ઘરમાં વહુઓ તરીકે બે બહેનો હતી એટલે ઘરમાં બહુ દેરાણી જેઠાણીના ઝઘડા થતાં નહિ એટલે ઘરમાં શંતિ રહેતી અને સાસુ સસરા પણ ખુબ ખુશ રહેતા.એક દિવસ મોટી બહેન મોનાલીને તેની સખીએ પૂછ્યું, ‘સાચું કહેજે ભલે તારી નાની બહેન જ તારી દેરાણી છે પણ શું કોઈપણ કારણસર તમારી વચ્ચે ઝઘડા થતા નથી?? મોનાલીએ હસીને કહ્યું, ‘અરે નાના થી મોટા થયા ત્યાં સુધી બે બહેનો તરીકે ઘણા ઝઘડા કર્યા છે.પણ હવે મોટા થયા બાદ અને નાની બહેનની જેઠાણી બન્યા બાદ અમેં ઝઘડા કરતા નથી.’
સખીએ કહ્યું, ‘પણ હું નથી માનતી કે સાથે રહેવા છતાં કોઈવાર પણ તમારી વચ્ચે મન દુઃખ કે બોલા ચાલી ન હોય. ક્યારેક ને ક્યારેક તો કોઈ કામ બાબતે કે બાળકોને લીધે કે કોઈવાર હસબન્ડને કારણે મનદુઃખ થયું જ હશે.’ મોનાલીએ કહ્યું, ‘એરે છોડને એ બધી વાત આવું તો દરેક ઘરમાં ચાલ્યા કરે અને ચાલતું જ રહે.પણ હું જો મારી નાની બહેન સાથે આ કોઈ બાબતે ઝઘડા કરું અને વાત વધી જાય તો મારા સાસુ અને સસરા સામે અને અમારા સાસરામાં મારું કે મારી નાની બહેનનું નહિ પણ મારા મમ્મી અને પપ્પાનું ખરાબ લાગે તેમણે અમને આપેલા ઉછેર પર સવાલ થાય.અને તેમણે આપેલા સંસ્કાર લજવાય.એટલે મારા મમ્મી અને પપ્પાને ક્યારેય નીચાજોણું ન થાય તે માટે હું ક્યારેક કઇંક મન દુઃખ થાય તો પણ હું આંખ આડા કાન કરું છું.
અને આ વાત મારી નાની બહેન રીનલ પણ સમજે છે અને કઇંક ન ગમતું વર્તન થાય તો તરત આવીને મારી સાથે વાત કરી લે છે.અમે બે બહેનો સાથે રહીને ખુશ રહીએ તો અમારા મમ્મી પપ્પા નચિંત રહી શકે પણ બે બહેનો વછે સાસરામાં ઝઘડા થય તો તેમની તો રાતની ઊંઘ ઊડી જાય.ચિંતા અને ચિંતામાં તેઓ અડધા થઇ જાય.એટલે હું એવું કઈ ન થાય તે માટે ખાસ સજાગ રહું છું.’ મોનાલીની સખીએ કહ્યું, ‘આજે તારી આ સમજણ ભરી વાતે માર મનમાં તારા પ્રત્યેનો પ્રેમ અને માન વધારી દીધું.ખરેખર તારું મમ્મી અને પપ્પા પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ કાબિલેતારીફ છે.આવઈ સમજણ બધી છોકરીઓએ રાખવી જોઈએ.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.