National

‘બીજેપી જીતશે તો પંજાબમાં યુપીના બુલડોઝર મોકલીશ’- યોગી આદિત્યનાથની ચીમકી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) છેલ્લા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સીએમ યોગી આદિત્યનાથે પંજાબમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમજ આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જનસભાને સંબોધતા સીએમ યોગીએ (Yogi Adityanath) પંજાબના (Punjab) ડ્રગ અને રેતી માફિયાઓની વાત કરી હતી.

લુધિયાણા અને આનંદપુર સાહિબમાં જાહેર સભાઓને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પંજાબ હાલ રેતી માફિયાઓ અને ડ્રગ માફિયાઓનો ગઢ બની ગયો છે. તેઓ આ તમામ માફિયાઓને ખતમ કરવા માટે યુપીથી બુલડોઝર મોકલશે. તેમજ તેમણે અહીં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

સીએમ યોગીએ લુધિયાણાથી ભાજપના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુ અને આનંદપુર સાહિબના ઉમેદવાર સુભાષ શર્માના સમર્થનમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન અલગ-અલગ સ્થાનોએ જનતાને સંબોધતા યોગીજીએ કહ્યું હતું કે પંજાબની પવિત્ર ભૂમિને આપ સરકાર અને અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા અપવિત્ર કરવામાં આવી હતી.

રાજ્યમાં જમીન માફિયા, ડ્રગ માફિયા અને રેતી માફિયાઓનો અડ્ડો
યોગીજીએ વધુમાં કહ્યું હતું કે, “કોંગ્રેસ અને AAP પંજાબના લોકોની લાગણીને સમજી શકતા નથી. આ સરકારોની ઉદાસીનતાને કારણે રાજ્ય જમીન માફિયાઓ, ડ્રગ માફિયાઓ અને રેતી માફિયાઓનો અડ્ડો બની ગયું છે. જેથી તેઓને કચડી નાખવા ખુબ જ જરૂરી છે. આ કાર્ય માટે આનંદપુર સાહિબના લોકોએ ભાજપના ઉમેદવારોને મત આપવા પડશે. જો પંજાબમાં ભાજપા જીતશે તો હું માફિયાઓને કચડી નાંખવા માટે યુપીથી બિટ્ટુ અને શર્માના બુલડોઝર મોકલીશ.” યોગીજીએ વધુમાં કહ્યું હતું કે, જો ભાજપ પંજાબમાં આગામી સરકાર બનાવે છે તો ભાજપ 48 કલાકમાં માફિયા ગેંગને ખતમ કરી દેશે.

સીએમ યોગીએ 65 દિવસમાં 204 શાનદાર રેલીઓ કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી 2024માં 204 હાઈ-પ્રોફાઈલ રેલીઓ અને પ્રચાર કાર્યક્રમો કર્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે 65 દિવસમાં 204 કાર્યક્રમો કર્યા હતા. આ સાથે જ સીએમ યોગીએ આ 65 દિવસમાં જોરદાર રેલીઓ કરી હતી. 27 માર્ચ, 2024 થી 30 મે, 2024 સુધી સીએમ યોગી આદિત્યનાથે 169 જાહેર સભાઓ, 13 રોડ શો અને 15 પ્રબુદ્ધ પરિષદોમાં રોકાયા વિના અને થાક્યા વિના ભાગ લીધો હતો.

Most Popular

To Top