ગુજરાતમાં માતાપિતાને પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં અને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવાનું લગભગ ઘેલું લાગ્યું છે. પહેલા માત્ર ઉચ્ચ મધ્યમવર્ગમાં આ ગાંડપણ હતું પણ હવે તો તે મધ્યમવર્ગ અને નાના શહરો સુધી પ્રસર્યું છે.
જોકે અંગેજી અને સાયન્સમાં બાળકને ભણાવવા પાછળનો મુખ્ય હેતુ બાળક વિશ્વજ્ઞાનથી પરિચિત થાય વૈજ્ઞાનિક અભિગમ વાળો થાય તે નથી. અંગ્રેજી અને સાયન્સ બન્નેની ઘેલછા સારા રૂપિયા અને સ્ટેટ્સ વાળી જોબ માટે છે. વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા પાછળનો હેતુ બાળકને મેડીકલમાં ભણવાનો છે અને મેડીકલમાં શા માટે જવું છે? દેશમાં રોગીઓની સેવા કરવા? દેશમાં આરોગ્ય સેવાઓ સુધારવા? ના. મેડીકલમાં જવું છે કારણકે ત્યાં રૂપિયા અને પ્રતિષ્ટા બન્ને છે.
મુખ્ય આશય આર્થિક જ છે. હવે બાળક જન્મે ત્યારથી વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા થનગનતા માતા પિતા આમ તો અર્થશાસ્ત્રનાં સામાજિક માનસિક જ્ઞાન અને અસરથી અજાણ હોય છે . બાળક પણ પ્રાથમિકથી એમ.બી.બી.એસ કે એમ.ડી થાય ત્યાં સુધી અર્થશાસ્ત્રથી દુર દુર સુધી સંબંધ રાખતું નથી પણ જેવું તે ડૉકટર થાય છે અને પોતાનું ક્લિનીક ખોલે છે એટલે તેને અર્થશાસ્ત્ર ઘેરી વાલે છે. જે અર્થશાસ્ત્રના અને કોમર્સના નિયમો કદી તે ભણ્યો નથી તેને આર્થિક રાશિના નિયમો આપોઆપ તેને આવડી જાય છે. કારણકે શહેરનાં મુખ્ય રાજમાર્ગ પર પહેલા ક્લિનીક કે હોસ્પિટલ ખોલવા લોન લે કે ઘરની મૂડી લગાડે તો પચાસ લાખથી એક કરોડ રૂપિયા ત્યાં થાય. થોડા સાધનો વસાવે એટલે બીજા અર્ધો કરોડ થાય. વળી પોતે એમ.બી.બી.એસ કે એમ.ડી થવામાં એક કરોડ ખર્ચ્યા હોય એ ઉમેરે એટલે એણે ખબર પડે કે એક ડૉકટર તરીકે તૈયાર થવામાં તેના પરિવારના લગભગ બે થી અઢી કરોડ ખર્ચાયા છે.
આ અઢી કરોડનું સાવ સાદું આઠ ટકા વ્યાજ ગણો તો પણ વર્ષે વીસ લાખ વ્યાજ થાય એટલે મહીને સવા લાખ વ્યાજ થાય તો રોજના લગભગ ૩૪૦૦ રૂપિયા તો વ્યાજ ખર્ચ કાઢવો પડે અને પોતાની ફી, એક સહાયક વગેરેનો ખર્ચ ગણતા રોજના ઓછામાં ઓછા દસ હજાર કમાવા પડે આ હાલતા પોતાને ત્યાં આવતા દર્દીને વહેલો અને એક જ વારમાં સાજો કરી દેવામાં આવે તો ડોકટર પોતે જ બીમાર પડી જાય. વ્યાજ અને દેવામાં ડૂબી જાય એટલે સાદી રાશી મુકવી પડે કે દર્દી દીઠ 500 ફી લઈએ અને દર્દીને કેટલા દિવસે સાજો કરીએ તો આપણા ઘર ચાલે! આ હાસ્ય વ્યંગ નથી. આ આપણા વર્તમાન સમયની વાસ્તવિકતા છે. આપણે મેડીકલ અભ્યાસને એટલો ખર્ચાળ બનાવી દીધો છે કે ડોકટર ઈચ્છે તો પણ દર્દીઓની વાજબી દરે સારવાર કરી શકે નહિ.
એક સમય હતો જ્યારે શેરી મહોલ્લાના દાકતર બે રૂપિયા કે શહેરોમાં પાંચપચ્ચીસ રૂપિયામાં સદા તાવ શરદી સળેખમની દવા કરી આપતા હતા. હજુ દસ વીસ વર્ષ પહેલા જ ઘણા જુનાં દાક્તરો પચાસ-સો રૂપિયામાં દર્દીનું પ્લાસ્ટરીંગ કરી આપતા હતા. હવે આ શક્ય નથી. જેમ પર્યાવરણવિદોને ચિંતા છે કે આપણા વાતાવરણમાંથી ચકલી જેવા નાના પક્ષીઓ નામ શેષ થઇ રહ્યા છે તેમ સમાજમાંથી વાજબી ભાવે તપાસી આપે તેવા ફીઝિશ્યન નામ શેષ થઇ રહ્યા છે. આ પ્રજાતિને બચાવવી પણ ખુબ જરૂરી છે કારણ તો જ દેશનું સ્વસ્થ બચશે. મેડીકલના નવા બજારમાં સ્પેશિયાલિસ્ટ ખુબ છે પણ જનરલ પ્રેક્ટિશ્નર નથી. તે તો સતત ઘટતા જાય છે. અને આ બધાની વચ્ચે ગુજરતામાં સરકારે મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસની ફીમાં વધારો કર્યો છે.
એટલે હવે સરકારી કોલેજોમાં કે સરકાર અનુદાનિત કોલેજોમાં થોડાક વિદ્યાર્થીઓ સસ્તા દરે દાકતર બનતા હતા તે પણ નહી બને. આમ પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી મેડીકલ કોલેજો ખુલી નથી. જે ખુલી છે તે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે ખાનગી ધોરણે જ ચાલે છે. બાકીની બધી તો ખાનગી મેડીકલ કોલેજો જ છે. જ્યાં પહેલેથી અઢળક રૂપિયા ખર્ચીને જ દાકતર બનાય છે અને ગુજરાતના માતાપિતા દેવું કરીને, ઉછીના પાછીના કરીને પણ બાળકને આ મોંઘા મેડીકલ અભ્યાસમાં ભણાવે છે કારણકે તે જાણે છે કે એક વાર ડૉકટર થાય પછી બધું દેવું ચૂકતે થઇ જશે !
ગુજરાતમાં હવે ગરીબો માટે સામાન્ય વર્ગ માટે મેડીકલ ક્ષેત્ર બન્ને રીતે નક્કામું થઇ ગયું છે. ગરીબ અને સામાન્ય ઘરના બાળકો મેડીકલમાં અભ્યાસ નથી કરી શકવાના અને દર્દી તરીકે મોંઘી સારવાર પણ નથી કરવી શકવાના તેમના ડોકટર અને દર્દી બન્ને થવું મોઘું જ પડવાનું છે. વળી હવે તો દિન પ્રતિદિન ડોકટરોની સંખ્યા વધતી જ જવાની છે. સરકાર દર વર્ષે મેડીકલની સીટો વધારતી જાય છે. એટલે આવનારા વર્ષોમાં ડોકટરોનો પુરવઠો પણ વધી જ પડવાનો છે અસર અત્યારથી દેખાવા માંડી છે.
આજે જરૂર વગર દાંતના દાકતર બની બેઠેલાની હાલત છે તે જ આવનારા સમયમાં સામન્ય ડોક્ટરની છે એક તો મેડીકલના બજારમાં એમ.ડી એટલે કે માસ્ટર્સના કોર્સની સીટ હાથે કરીને ઓછી રાખવામાં આવી છે જેથી ખુલ્લી લુંટ ચલાવી શકાય અને એમ.બી.બી.એસ થયેલા બધાને થાય છે કે ખાલી એમ.બી.બી.એસ થવાથી શું થશે? એમ.ડી કરો. એમ.ડી કરે પછી થાય છે કે હવે તો હોસ્પિટલ જ ખોલાવી પડે. અને શહેરોમાં રાજનેતાઓ બિલ્ડરો રાજ માર્ગો પર અડ્ડો જમાવી બેઠા છે એટલે ચાર-પાચ કરોડ વગર હોસ્પિટલ મળતી નથી. બીજાની હોસ્પિટલમાં કામ કરીએ તો પગારથી સંતોષ માનવો પડે. એટલે ભાઈ ગુંચવાય. આ સંજોગોમાં આવનારા સમયમાં મેડીકલના કરોડો ખર્ચ્યા પણ માથે પડવાના છે. આજે જ ઘણા ડોકટરો નવરા થવા લાગ્યા છે.
ડાહ્યા હશે તે શહેરોનો મોહ છોડી ગામડા તરફ ધંધો શોધવા માંડશે. એમ.ડીના મોહમાં ફસાયા વગર એમ.બી.બી.એસ થઇ. સાદી પ્રેક્ટીસમાં લાખો કમાતા થઇ જશે. બાકી આ સરકાર અને સ્થાપિત હિતો મેડીકલના આપણા ગાંડપણની પૂરી ફી વસુલી રહી છે. ના પક્ષ ના વિપક્ષ કોઈને મેડીકલની ફી અને દર્દીના સારવાર ખર્ચ ઓછા થાય તેમાં રસ નથી. આપણે પ્રજા તરીકે આપણને વ્યાજબી ભાવે શિક્ષણ મળવું જોઈએ અને વાજબી ભાવે સ્વસ્થ સેવા મળવી જોઈએ તે સમજણ પડતી નથી . ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસનમાં શિક્ષણ આરોગ્ય જેવી જાહેર સેવાઓનું ખાનગીકરણ અને વ્યાપારી કરણ થયું છે તે હવે ચરમ સીમાએ છે. તો રૂપિયા ખર્ચો અને મજા કરો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.