વડોદરા: ફાયર બ્રિગેડના 56 જવાનો અને ઉચ્ચ પગારના લાભો નથી મળ્યા, માગણી નહીં સંતોષાય તો બુધવારથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. ફાયર બ્રિગેડના જે કોરોના ફ્રન્ટ વોરિયર્સ તરીકે છે અને છેલ્લા કેટલાક સમયથી 9, 18 અને 27 ના લાભો ના મળતા સોમવારે વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને ડેપ્યુટી કમિશનરના અરજી ઇનવર્ડ કરાઈ હતી.
2008 અને 2012ના ફાયર ના જવાનો ને ઉચ્ચ પગારના લાભો મળ્યા નથી. ૫૬ જેટલા ફાયર જવાનો આ લાભથી વંચિત છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા પાલિકામાં રજૂઆત કરાઇ છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર, ચીફ ફાયર ઓફિસરને અગાઉ અનેકવાર રજૂઆત કરીને સરકાર સુધી તેમની માંગ પહોંચાડે છે. પરંતુ તેમની નોકરીને 9 વર્ષ બાદ જે ઉચ્ચ પગાર ધોરણ મળવા જોઈએ તે ન મળતા તેમને સર્વિસને 13 વર્ષ થઈ ગયા છે.
હજુ સુધી 9, 18, 27 ના લાભો ના મળતા ફાયરના જવાનો સોમવારે પાલિકાની કચેરીએ આવ્યા હતા અને મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ત્યાં અરજી ઇનવર્ડ કરાવી હતી તેમની માગણી આગામી બે દિવસમાં નહીં સંતોષાય તો બુધવાર છે તેઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે અને પોતાના ફરજ પર પણ હાજર રહેશે. અમારા ખાતાને બદનામ થાય તેવી કોઈ કામગીરી નહીં કરીએ. અમે અમારા હક માટે વિરોધ કરીશુ.