રાહુલ ગાંધી પોતાનું નામ કાઢવા નવા નુસ્ખા પ્રયોગમાં લાવે છે. કેટલી વાર માથું ફાટી જાય તેવું વકતવ્ય જાહેરમાં કરે છે. ખોટા નિવેદનો કરે છે. મોદીના પેંગડામાં પગ ઘાલે છે પણ મોદી કંઇ કાને ધરતા નથી એટલે રાહુલ ખાલી ફાંફાં ખાંડે છે. પોતાના જ પક્ષના વિશ્વાસુઓની બેસવાની ડાળ કાપે છે. દેશની આંખ ચોરીને પરદેશ ભાગી જાય છે અને ત્યાં જ પોતાના દેશને વગોવે છે. (આ તે કેવો રાષ્ટ્ર પ્રેમ?) મોદીની સરકારી યોજનાઓમાં વારે વારે સળી કરવી તે રાહુલની આદત બની ગઇ છે. ચુંટણી સભાઓમાં જયાં જયાં ભાષણ કરવા જાય છે ત્યાં જીતવાને બદલે હારીને આવે છે. રાહુલની ખાનદાની એવી જ કે ગરજ પડે એટલે દૂધમાંથી માખી ફેંકે અને પાર્ટી છોડનારાને કહે કે તમારા જવાથી કોઇ ફેર નથી પડયો. બીજેપીને મફતમાં મનોરંજન મળે છે.
અમદાવાદ – અરૂણ વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાહુલ પર રૂઢીપ્રયોગો
By
Posted on