વિશ્વમાં રહેનાર પ્રત્યેક મનુષ્યે હંમેશા વિશ્વની બનાવેલ વસ્તુઓના વખાણ કર્યા છે. અમેરિકા, રશિયા, ચીન-જાપાન, આફ્રિકા, સાઉથ આફ્રિકા પોતે પોતાના દેશોના વખાણ કરે છે. તેમની સંસ્કૃતિઓ, ઇતિહાસિક, તાજમહલ, કૂતુબમિનાર પોતાના દેશમાં જોવા બોલાવે છે. પરંતુ ભાઇઓ દોસ્તો હવે બધા પોતાના પાલનહાર, સર્જનહારને અપનાવો, ઓળખો, યાદ કરો, તેને ભૂલવું, તેનો ઇન્કાર એક ખુલ્લી મુર્ખામી છે, સૌથી મોટો ગુનો છે, બહુ થયુ તેને સ્વિકાર કરો, યાદ કરો! ઉપરવાલાનું ફર્માન બતાવો ચાલો જે બીજ વાવો છો તે પાક તમો ઉગાડો છો? અમે (હુંો ઇચ્છીએ તેમ ખેતી પાક બર્બાદ ભૂસુ નાસ કરી નાખીએ! છતા કદર નથી કરતા? આભાર નથી માનતા. શુક્ર નથી અદા કર્તા (ધાર્મિક- પુસ્તક) દાણા અને ફડિયા ફાડનારને યાદ કરો! તેજ છે જે બજારમાંથી જીવંત, અને જીવંતમાંથી બેજાન પેદા કરે છે! અમો હુ સૂર્ય-ચંદ્રની ચાલ ગતિ વિશ્વ ઉત્પત્તીથી એક સરખી હિસાબ પ્રમાણે ચલાવી રહયા છીએ! સેંકડો તારાઓ વાદળમાં કોણ ચમકાવે છે? રાત્રી તમારા આરામ માટે પછી સવારનો પ્રકાશ તમારી રોઝી કામ ધંધા માટે દિવસ કોણ લાવે છે? જેઓ વિશ્વના લાખો કરોડો મનુષ્યો તેમજ બધી પ્રજા પાણી પીઓ છો શું તમે વાદળમાંથી વષાર્વ્યુ? વાદળમાં સમુદ્રો સરિતાઓ તળાવો નજરે આવે છે?! ઉપરવાલા માલિકનું ફર્માન સબક છે, શરીરનો એક અવયવ જેને હૃદય દિલ કહે છે તે હૃદય દિલને સ્વચ્છ, ચોખ્ખુ રાખો પછી પ્રત્યેક અવયવો ચોખ્ખા અને સ્વચ્છ રહેશે, અગર દિલ બગડી ગયું તો પ્રત્યેક અવયવ બગડી જશે! દિલ હૃદય તેની યાદ મહોબ્બતથી ભરી દો, દુનિયા ખાલી કરી દો! દુનિયા અને ઉપરવાલાની મહોબ્બત એક જ દિલ (હૃદય)માં નથી રહી શકતા! ઉપરવાલાનું ફર્માન ‘તૂમ અગર મુઝકે મહબ્બત કરોગે, મૈં જરૂર જરૂર મહબ્બત કરૂંગા! વિશ્વના મહાન પુરૂષો પ્રધાન, મિનિસ્ટરો આત્માઓ મોટી હસ્તીઓની જગ્યાએ માત્ર માત્ર ઉપરવાલા માલિક સર્જનહારને યાદ કરો! ફાયદો અને નફો થશે નહિ તો પસ્તાસો-રડશો!
સુરત – યુસુફહુશેન-નાખૂદા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.