ભારતીય ભૂમિ આધ્યાત્મિકતાની ભૂમિ છે. આ તપોભૂમિમા અનેક સંતો, નખશિખ સનાતની અને રાષ્ટ્રભક્ત જન્મ્યા છે. જેમાં એક હતા પરમવંદનીય સ્વામી વિવેકાનંદજી. 12જાન્યુઆરી એમનો જન્મદિન. આ દિવસને યુવાદિન તરીકે ઉજવવામાં આવે છે. કારણકે, એમને યુવાનના પ્રતિક માનવામાં આવે છે. દેશના યુવાનોમાં અખૂટ શ્રદ્ધા હતી, પોતાના વિચારો અને કાર્યના વહન માટે યુવાનો પર વિશ્વાસ હતો. 39 વર્ષ 5મહિનાઅને 22દિવસના ટૂંકા જીવનમાં હિન્દુધર્મનો વિશ્વમા ડંકો વગાડયો હતો.
“ઊઠો, જાગે અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો. -એમના અતિ પ્રચલિત અને લોકજીભે ચઢી ગયેલા કવૉટેશ આજનો કોઈ પણ યુવાન આ આત્મસાત કરી લે તો દુનિયાની કોઈ તાકત યુવાન ની પ્રગતિને રોકી નહીં શકે.સ્વામીવિવેકાનંદ યુવાનોને ઉદેશીને કહે છે:” અરે ઓ યુવાનો!! પ્રચંડ ખંત અને દઢ ઈચ્છા શકિત થી તમે સફળતા મેળવી શકો છો. “ આ એકજ વાક્ય માં સફળતાની ગુરુ ચાવી યુવાનો ને આપે છે. તમારા પ્રારબ્ધ નું ઘડતર કરનાર તમે પોતે જ છો. સ્વામીજી રાષ્ટ પ્રેમ અને રાષ્ટ ચેતનાના મશાલચી છે, જેના પ્રકાશ થી પ્રજાનો દીનતા રૂપી અંધકાર દૂર થાય છે, જેની ઉષ્મા માથી લોકોમાં ઉત્સાહ અને જેમનો સંચાર થાય છે.
બીલીમોરા -ચૌધરી ગિરીશ કુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉતાવળ ને વળ આપો
આપણી જિંદગી માં મોટે ભાગે ઉતાવળ એક મહત્વ નો ભાગ ભજવે છે. તેને તાલાવેલી જોડે સંબધ રહે છે. આકાંક્ષા અને તે અંગેની જીદ પણ તેને ઘડે છે. તેને ધીરજ કે સંતોષ જોડે અણગમા છે, બનતું નથી. ઉતાવળ ના સ્વરૂપ મા જીવન માં ઉતરે છે. તેના અનેક પરિણામો આપણે ભોગવતા હોવા છતાં તે આપણો પીછો છોડતો નથી. ઉતાવળ ને કારણે આપણે શું મેળવ્યું તેના કરતાં કેટલું ભોગવ્યું તે અંગે આપણે ઓછો વિચાર કરીએ છીએ.
આશા કે આકાંક્ષા નો સંચાર જીવન માં રહે તે ખોટું નથી પણ તેની સાથે તમારી શક્તિ, જરૂરિયાત તથા સંતોષ ના સમન્વય જોડે જ તેને સંચારવી જોઈએ અને તેટલું સમજશો તો પછી ઉતાવળ ધીમી ચાલ કરશે. ઉતાવળ એક માનસિક સ્થતિ છે તે ક્યારેય અસ્ત થાતી નથી પણ તેને કાબુ માં તો રાખી શકાય છે. જિંદગી ની સાર્થકતા અથવા સફળતા અંગે ઉતાવળ ને યોગ્ય રીતે વાળવી જોઈએ, કાબુ મા રાખવા નો સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ પણ તે એટલું સરળ નથી કારણ આપણી અપેક્ષા મન ની જેમ વિકાસ કે ગતિ થી આગળ દોડવાની વૃત્તિ સદા પ્રાધાન્ય આપે છે અને તે સંતોષ કે ધીરજ ને અંધારા માં રાખે છે તે બરાબર ના કહેવાય તે સમજવું દરેક માટે જરૂરી છે.
મુંબઈ – શિવદત પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.