Business

114 વર્ષ જૂની કંપનીમાં છટણી, એકસાથે 8000 કર્મચારીઓને કાઢી મુક્યા, જાણો શું છે કારણ..

114 વર્ષ જૂની વિશ્વની અગ્રણી ટેક કંપની IBM માં મોટી છટણી (IBM Lay Off) થઈ છે. કંપનીએ તેના 8,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હોવાના અહેવાલ છે. છટણીની તલવારનો ઉપયોગ HR વિભાગમાં સૌથી વધુ થયો છે. આ મોટી છટણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

એક અહેવાલ મુજબ ટેક કંપની IBM એ લગભગ 8,000 કર્મચારીઓને છૂટા કર્યા છે, જેમાંથી મોટાભાગના HR વિભાગ સાથે સંકળાયેલા હતા. અહેવાલમાં દાવો કરાયો છે કે યુએસ સ્થિત કંપનીએ તેની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વ્યાપક એકીકરણના ભાગ રૂપે આ પગલું ભર્યું છે.

આ મહિનાની શરૂઆતમાં IBM એ લગભગ 200 HR પોઝિશન્સ પર AIને એપોઈન્ટ કર્યા હતા. આ AI વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા તેમજ કાગળકામ ઘટાડવા અને HR ડેટાનું સંચાલન કરવા સક્ષમ છે. આ ખાસ કરીને ખર્ચ ઘટાડવાની સાથે કાર્યક્ષમતા વધારવા માટે રચાયા છે. છટણી પછી પણ કંપનીનો દાવો છે કે હજારો નોકરીઓ દૂર કરવાનો ટેક કંપનીનો નિર્ણય IMB વર્કફોર્સ મેનેજમેન્ટમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના IBM ના CEO અરવિંદ કૃષ્ણા હંમેશા કંપનીની ઓટોમેશન પર વધતી જતી નિર્ભરતા અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે એન્ટરપ્રાઇઝ વર્કફ્લોનું સંચાલન કરવા માટે AI સતત અપનાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છટણીના અહેવાલો છતાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા ખરેખર વધી રહી છે.

IBM ની શરૂઆત 1911 માં થઈ હતી
IBM ની શરૂઆત 114 વર્ષ પહેલા 16 જૂન, 1911 ના રોજ અમેરિકાના ન્યુ યોર્કમાં થઈ હતી. આ પેઢીની સ્થાપના 1924માં કમ્પ્યુટિંગ-ટેબ્યુલેટિંગ-રેકોર્ડિંગ કંપની (CTR) તરીકે કરવામાં આવી હતી અને બાદમાં તેનું નામ બદલીને ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM) રાખવામાં આવ્યું અને ટૂંક સમયમાં પંચ-કાર્ડ ટેબ્યુલેટિંગ સિસ્ટમ્સનું ટોચનું ઉત્પાદક બન્યું. IBM નું મુખ્ય મથક આર્મોન્ક, ન્યુ યોર્કમાં છે અને તેનો વ્યવસાય વિશ્વના 175 થી વધુ દેશોમાં ફેલાયેલો છે.

કંપનીના શેરની સ્થિતિ શું છે?
IBM શેરની વાત કરીએ તો તે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજની 30 કંપનીઓમાં સામેલ છે. કંપનીનો શેર (IBM સ્ટોક) પાછલા ટ્રેડિંગ દિવસે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ દરમિયાન 1.78 ટકાના વધારા સાથે $263.23 પર બંધ થયો. છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top