SURAT

સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલની બદલી, જાણો કોણ છે સુરતના નવા કલેક્ટર

સુરત: (Surat) ગુજરાત સરકારે શનિવારે 77 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરી છે. જેમાં સુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની (Dhaval Patel) પણ બદલી કરવામાં આવી છે. ડો. ધવલ પટેલને ગાંધીનગર મનપાના કમિશ્નર તરીકે નિમણૂંક અપાઈ છે. જ્યારે સુરતના નવા જિલ્લા કલેક્ટર તરીકે આયુષ સંજીવ ઓકની (Ayush Sanjiv Oak) નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત સુરત મહાનગર પાલિકાનાં કમિશનર બંછાનિધિ પાનીની સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે. રાજ્યના 8 આઈએએસ અધિકારીઓની બઢતી થઈ છે.

કોરોના ( corona) મહામારીની બીજી લહેરનો ( Second wave) ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો ( transfer) દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની ( IAS officers) બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની (DDO) પણ બદલી કરાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર હળવી થતાં રાજય સરકારે અચાનક આ નિર્ણય લીધો છે,

અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની બદલી કરવામાં આવી છે. તેમને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. જે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં સૌથી મોટા નામોમાં અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે જ્યારે GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે જ્યારે જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા છે. રાજકોટ ક્લેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે.

  • 8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી કરાઈ હતી
  • બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
  • હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
  • પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
  • રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
  • શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
  • કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
  • એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
  • સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ

Most Popular

To Top