રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યાંમ છે. જેમાં ગાંધીનગરના કુટીર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સંદિપકુમારની બદલી વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. સામાન્ય વહિવટ (આયોજન) વિભાગના સેક્રેટરી રાકેશ શંકરની બદલી કમિશનર કુટિર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી તરીકે કરવામાં આવી છે. તેવી જ રીતે અધિક વિકાસ કમિશનર વિશાલ ગુપ્તાની બદલી અધિક ગ્રામીણ વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે કરવામાં આવી છે.
આ ઉપરાંત બે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરા રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટીઓ ડી. કે. પારેખની બદલી રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઓ, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. જ્યારે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઓ ગાંધીનગરના પ્રશાસ્તી પેરીકની બદલી રિજિયોનલ મ્યુનિસિપાલીટીઓ વડોદરા તરીકે કરવામાં આવી છે.