મારી જિંદગી દરમ્યાન હું ઘણા નોંધપાત્ર પુરુષોને મળ્યો છું, જેઓ વિદ્વાનો, લેખકો, કલાકારો, ખેલાડીઓ, વિજ્ઞાનીઓ, ઉદ્યોગ સાહસિકો, રાજકારણીઓ અને કર્મશીલો તરીકે નોખા તરી આવતા હતા અને થોડા અપવાદો સિવાય લગભગ તમામ પોતાને ‘ખાં’ સમજતા હતા. આપણે હિંદીમાં કહીએ છીએ ને અપને કો બહુત સમઝતા હૈ? આમાંના કેટલાક બડાશખોર હતા તો કેટલાક સાલસ. ગમે તે હોય, તમને મળ્યાની થોડી જ મિનિટોમાં તેઓ તમને જણાવી દે કે પોતે શું છે? હું જે થોડાક સો માણસોને મળ્યો છું તેમાંથી બે જ માણસ આમાં અપવાદરૂપ ગણાય. 1. જી.આર. વિશ્વનાથ 2. લેખક ઇઆન જેક, જેનું ગત સપ્તાહે નિધન થયું. વિશ્વનાથની જેમ ઇઆનમાં પણ વ્યાવસાયિક અને વ્યકિતગત છટાનો સુભગ સમન્વય, ઇબાત એક સૌથી મહાન કટાર લેખક અને તેના જમાનાનો શ્રેષ્ઠ સાહિત્યિક સંપાદક હોવા ઉપરાંત સૌથી જાણીતી વ્યકિત પણ હતો. તેમને જાણવાનો અને માણવાનો એક આહ્લાદ અનુભવ.
સ્કોરિશ પશ્ચાદ્ભૂ અને બ્રિટીશ મિજાજ ધરાવતા ઇઆન જેકને ભારતમાં ઊંડો રસ. 1970ના દાયકામાં તે ‘સન્ડે ટાઇમ્સ’ પત્રકાર તરીકે ભારત આવ્યો. તેના બે ખાસ મિત્રોમાં નારીવાદી પ્રકાશક ઉર્વશી બુતાલિયા અને દસ્તાવેજી ફિલ્મોના સર્જક નસરીન મુન્નીક હતા. તેમને બંગાળ અને બંગાળી પ્રત્યે ખાસ પ્રીતિ. તેમને ભારતીય ટ્રેનમાં મુસાફરી ખૂબ પસંદ અને નાનકડાં નગરોની મુલાકાત લેવાનું તેમને ગમતું. પણ ખીસ્સામાં પૈસા હોય તો કલકત્તા રહેવા માટે સૌથી રસપ્રદ શહેર હોવાનું તેઓ માનતા.
મુન્ની કબીરે મારી ઇઆ અને તેની પત્ની લિન્ડીશા સાથે ઓળખાણ કરાવી હતી. પછી અમે લંડન, બેંગ્લોર અમે મળી શકયા ત્યાં વળતા અમે એકબીજા સાથે નિયમિત પત્રવ્યવહાર પણ કરતા. 2014ના ઓકટોબરમાં ગાંધીના જીવનચરિત્ર વિશે સંશોધન કરતાં મેં ઇઆનને પૂછયું 1921માં ગાંધીએ સૌ પ્રથમ વાર અસહકારનું આંદોલન કર્યું ત્યારે ગાંધીજી વિશે ‘ગ્લાસગો હેરોલ્ડ’ અખબારે વિચારપૂર્ણ અને સમતોલ નૂકતેચીની કરી હતી. એ કેવું અખબાર હતું? ઉદારમતવાદી કે ડાબેરી?
પછી તો લાંબો લચક અને મનનીય જવાબ તેમણે લખ્યો અને કહ્યું કે 1965 માં હું પોતે એ અખબારમાં જોડાયો હતો અને તે રૂઢિવાદી વ્યવસાયલક્ષી અખબાર, ગ્લાસગોનો ઔદ્યોગિક ભૂતકાળ ઝડપથી બદલ્યો તેનો તેમને ગર્વ હતો. જહાજ બાંધવાના ઉદ્યોગના વૃત્તાંતનિવેદન માટે તેને એક નહીં પણ બે પત્રકારો. તેના અગ્રલેખ લખનારા બે પત્રકારોમાંથી એક ટોરીનો સંસદીય ઉમેદવાર બન્યો. તે સમયે તેનો એક નાયક સંપાદક જયોર્જ મેકડોનાલ્ડ ફ્રેઝર હતો જેણે ‘ફલેશમેન’ સિરીઝની નવલકથાઓમાંથી ખાસ્સી કમાણી કરી. તેમાં તેમણે બ્રિટીશ સામ્રાજયની ઠેકડી (પણ નિર્દયી નહીં) ઉડાવી હતી.
1921માં બદલાયેલા ચિત્રની તાસીર આપતાં ઇઆને લખ્યું કે તે વખતે તેના તંત્રી તરીકે સર રોબર્ટ બ્રુસ હતા જેને ‘સર’નો ખિતાબ તેમની તે સમયના વડા પ્રધાન ડેવિડ લોઇડ જયોર્જની સાથેની મૈત્રીને કારણે મળ્યો હતો. બ્રુસ દેશની આંતરિક બાબતોના ખાં. વિદેશી બાબતો અન્ય પર છોડી દેતા. ગાંધી વિશે તેમણે આવું જ કોઇની પાસે લખાવ્યું હશે. પણ અખબારની હમદર્દી ખાસ નહીં રહી હોય.
જેકના અંગત પત્રવ્યવહારમાં તેના જાહેર લખાણનું, સ્થળ, સમય, સામાજિક, રાજકીય ઇતિહાસનું સંયોજન કરવાની દૃષ્ટિ, ટેકનોલોજી, માનવીના ચારિત્ર્યની ઊંડી સમજ વગેરેનું અને વિશ્વ સાથેના બ્રિટનના જટિલ સંબંધોની તેમની સમજણનું પ્રતિબિંબ પાડે છે. ગાર્ડિયનમાં તેમનો સમકાલીન જોહન લાઇડે લખ્યું હતું કે ઇઆન વિદ્વત્તાભરી સંવાદિતાને ઘાવ આપનાર અજોડ પત્રકાર હતા. કેટલાક વાચકોએ લખ્યું હતું કે શનિવારના ‘ગાર્ડિયન’માં અમે સૌ પ્રથમ ઇઆનને વાંચતાં અને અમને લાગતું હતું કે તેને જોઇએ તેટલું મહત્ત્વ નથી અપાયું.
ગદ્યશૈલીમાં ઇઆનની પોતાની જ, તેમના લખાણના સંગ્રહ બહાર પડયા છે. ‘અ કેન્દ્રી ફોર્મર્લી નેમ્ડ ગ્રેટ બ્રિટન’, ભારતીય લખાણોના સંગ્રહ ‘મોફયુસિલ જંકશન’. તેમણે કોઇ પણ એક વિષય પર પુસ્તક બનાવવાના પ્રકાશકોના આગ્રહને ટાળ્યો હતો. મેં તેમના સ્કોટલેન્ડનાં સંસ્મરણો લખવાનું કહ્યું અને જીવનના અંત ભાગે તેમણે કલાઇડ નદી અને આસપાસના વાતાવરણ વિશે પ્રકરણો લખ્યાં, જેમાંથી મેં બે એક બેઠકે વાંચ્યા હતા. તેમના સાથી સ્કોટસ મેન ગોર્ડન બ્રા ઉન વડાપ્રધાન બન્યા ત્યારે ઇઆને તેમને વિષે કહ્યું કે ગોર્ડન માહિતીનો ભંડાર. વડા પ્રધાન તરીકે એ જ શોભે.
થોડાં વર્ષો પછી તેમને પૂછયું ભારતના કેટલાક યુવાનો માઓવાદી બનતા જાય છે અને ગાંધી પ્રત્યે આળા. આવું કેમ બને છે?
તેમણે કહ્યું કે જુવાનીનો જોશ? કલ્પનાશકિતનો અભાવ? પહેલાં તો લશ્કરમાં જુવાનીના જોશને માર્ગ મળતો હતો. હવે તો યુદ્ધો જ બંધ થઇ ગયાં, પરિણામે નાગરિક જીવનમાં તોફાનો? સ્ત્રીઓ કામના વિશ્વમાં મોટી ભૂમિકા ભજવે છે અને હવે શારીરિક શ્રમનું મહત્ત્વ ઘટતું જાય છે. ઉત્તરોત્તર વધુ પ્રમાણમાં લેખકો નોબેલનો અસ્વીકાર કરે છે તે બાબતમાં તેમણે કહ્યું કે કેટલા લેખકો નોબેલ મળ્યા પછી સાચું લખે છે? વાર્તાકારો અને પત્રકારો પણ હવે કયાં નવું આપે છે? જેક અપવાદ હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.