પાદરા : પાદરા માં અન્નોત્સવ દિવસ નિમીત્તે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે સર્વને અન્ન ,સર્વને પોષણ કાર્યક્રમ વાઘોડિયામાં ધારાસભ્ય મધુ શ્રીવાત્સવના અદયક્ષ સ્થાને યોજાયો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મધુભાઈ જણાવ્યું હતું કે પાદરા ની પ્રજા નું સાચું અને સરકારી કામ જો કોઈ અધિકારી નહિ કરે તો મધુ શ્રીવાસ્તવે 14 મુ રતન બતાવવાણી ચીમકી આપી હતી. ગુજરાત પાંચ વર્ષ આપણી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સવેદનશીલ સરકાર દ્વારા સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને સાકાર કરવા સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે આજ રોજ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે સર્વને અન્ન ,સર્વને પોષણ કાર્યક્રમ ધારાસભ્ય મધુ શ્રીવાત્સવના અદયક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી જાણવીબેન વ્યાસ, પાદરા નગર ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી, વડોદરા જિલ્લાના પ્રમુખ અશ્વિન પટેલના પ્રમુખ સ્થાને યોજાયો હતો.જેમાં પ્રાસંગિક ઉદબોધન અને સંચાલન કરતા પાદરા નગર ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી એ જણાવ્યું કે,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના દેશભરના લોકો માટે તાકાત બની છે. આજે પાદરા ખાતે લોકોને જનહિત યોજનાકીય લાભો મડે માટે આજે અનનોત્સવ દિવસ કાર્યક્રમ રાખેલ છે.
જ્યારે ગુજરાત ભાજપ ના મંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી જાણવીબેન વ્યાસએ જણાવ્યું કે,આજે તા. 3 જી ઓગષ્ટના રોજ ‘અનનોત્સવ દિવસ’ ના રોજ “ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપણી સરકારના દેશના દરેક નાગરિકની અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત સરકારની અભૂતપૂર્વ પહેલ,રાજયકક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી રાજ્યના લાભાર્થીઓ સાથે કરેલ છે. આજના દિવસ અન્વયે યોજાએલ કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધોને આ લાભ આપવામાં આવશે.
જેમાં મધુભાઈ શ્રીવાસ્તવ એ જણાવ્યું હતું કે પાદરા ની પ્રજા નું સાચું અને સરકારી કામ જો કોઈ અધિકારી નહિ કરે તો મધુ શ્રીવાસ્તવે 14 મુ રતન બતાવવાણી ચીમકી આપી હતી. આ કાર્યક્રમ માં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને ગુજરાત ભાજપા પ્રદેશ મંત્રી વડાદરા જીલ્લા પ્રભારી જાણવીબેન વ્યાસ, વડોદરા ભાજપા જીલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, પૂર્વ ધારાસભ્ય દિનુમામાં, વડોદરા નગર પ્રમુખ કૌશિક પટેલ, નગર મહામંત્રી શૈલેષ સ્વામી તથા અર્પિત ગાંધી , વડોદરા જીલ્લા કિશન મોરચાના પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા, મહિલા મોરચા ના પ્રમુખ મનીષા ભાવસાર ,મંત્રી અંજુબેન ગોહિલ, સહીત ના શહેર તાલુકાના ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લિફ્ટ ખોટકાતાં હોદ્દેદારો અને કાર્યકરો સહિત 12 લોકો પોણો કલાક સુધી ફસાયા
પાદરા માં મુખ્યમંત્રી ના શુશાસન ના પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉજવણીના ભાગરૂપે યોજાયેલા અન્ન વિતરણનો કાર્યક્રમ માં પ્રમુખ સ્વામી ટાઉન હોલ માં લિફ્ટ માં પહેલા માળે જઈ રહેલા ભા.જ.પા હોદ્દેદાર કાર્યકરો અને મહિલાઓ સહિત ૧૨ લોકો લિફ્ટ ઓવરલોડ થતા ફસાયા હતા લિફ્ટ માં ૪૫ મિનિટ જેટલો સમય લોકો ફસાતા બંધ લિફ્ટ માં બચાવો બચાવો ની બુમો થવા પામી હતી લિફ્ટ ફસાતા વાઘોડિયા ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમજ પ્રમુખ પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા પણ કાર્યક્રમ છોડી દોડી આવવું પડ્યું હતું જોકે દરવાજો તોડી લિફ્ટ માંથી લોકોને સહી સલામત બહાર નીકાડાતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સુરક્ષા હેતુસર કોઈ ઈમરજન્સી નંબર કે સુવિધા પણ ના હોતા આવા સમયે ટાઉનહોલ ની સંભાળ કરનાર ટ્રેનર સ્ટાફ નહિ હોતા આક્ષેપો કાર્યકરોએ કર્યો હતો અને નગર પાલિકા એ આ લીફ્ટ બનાવવામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. આશરે ૧૬ લાખ ની માતબર રકમ નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બનાવ બનતા ભ્રસ્તાચારની તપાસ કરવા લોકમાગ ઉઠવા પામી હતી.